સોના ચાંદીથી બનાવી અનંત અંબાણીના લગ્નની કંકોત્રી કાર્ડ ખોલતાની સાથે જોવા મળશે કિંમતી ખજાનો, જુઓ આ ખાસ વિડિયો
હાલમાં સમગ્ર દુનિયાની નજર અંબાણી પરિવારમાં થનાર અનંત અંબાણીના લગ્ન પર રહેલી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા અનંત અંબાણીના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન ઈટલી અને ફ્રાન્સ વચ્ચે દરિયા કિનારામાં ક્રૂઝમાં આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં 800 કરતા પણ વધારે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘર આંગણે શરણાઈ ગુંજવા જઈ રહી છે કારણ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે અને પોતાના નવા જીવનની શરૂઆત કરશે.
પરંતુ લગ્ન પહેલા અનંત અંબાણીના લગ્નની કંકોત્રી ની તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકો છો કે આ આમંત્રણ કાર્ડ લાલ કલરનું જોવા મળી રહ્યું છે. પરંતુ અંબાણી પરિવારની આ આમંત્રણ પત્રિકા કોઈ સામાન્ય નહીં પરંતુ સોના ચાંદીથી બનાવેલી છે જેની તસવીરો જોતા ની સાથે તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો.
આ આમંત્રણ પત્રિકા ખોલતા ની સાથે જ એક ચાંદીનું ભવ્ય મંદિર જોવા મળે છે.જેમાં ભગવાન રાધાકૃષ્ણ, વિષ્ણુ લક્ષ્મી ,ગણેશ, અને દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ જોવા મળે છે. સાથે મંદિરના ઉપરના ભાગમાં ઘંટડી પણ જોવા મળે છે. આ કાર્ડમાં સુંદર કોતરણી કામ કરવામાં આવ્યું છે જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. આ આમંત્રણ પત્રિકામાં દેવી-દેવતાઓની તસ્વીર સાથે એક ચાંદીનો પત્ર પણ આપવામાં આવ્યો છે.
આ ચાંદીના પત્રમાં લગ્નની તમામ માહિતી અને સમયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમંત્રણ પત્રિકાના પ્રથમ પેજમાં જ ભગવાન નારાયણ ની મૂર્તિ રાખવામાં આવી છે જે અનંત અને રાધિકાને આશીર્વાદ આપી રહ્યા છે. આ પછી અલગ લાલ કલરના પેજ પર વર વધુની તમામ માહિતી બતાવવામાં આવેલી છે.
માત્ર એટલું જ નહીં પરંતુ આમંત્રિત મહિમાનો માટે આમંત્રણ પત્રિકામાં અનેક ભેટ પણ રાખવામાં આવી છે જેમાં કાર્ડ અંતિમ ભાગમાં ચાંદીનો બોક્સ,દુપટ્ટા,ચટાઈ નો સમાવેશ થાય છે. આમંત્રણ પત્રિકા તૈયાર થતા ની સાથે જ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પહોંચ્યા ત્યાં તેમણે મહાદેવના ચરણોમાં આમંત્રણ પત્રિકા સમર્પિત કરી લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
આ બાદ મુકેશ અંબાણી સાથે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે ને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા જે આ મહારાષ્ટ્રના સીએમ એ મુકેશ અંબાણીને ગુલદસ્તા આપી સ્વાગત સન્માન કર્યું હતું. આબાદ સીએમના પરિવારજનો તરફથી અંબાણી પરિવારની થનારી વહુ ને ભગવાન ગણેશની મૂર્તિ ભેટમાં આપી હતી. હાલમાં સમગ્ર અંબાણી પરિવાર ગુજરાતના અનેક મંદિરોમાં આમંત્રણ પત્રિકા અર્પણ કરી રહ્યો છે સાથે સાથે આમંત્રિત મહિમાનોને પણ આ પત્રિકા પહોંચાડવામાં આવી રહી છે.