અનંત અંબાણીએ પોતાના લગ્નમાં બાજુબંધ માટે પહેરી મુઘલ બાદશાહ શાહજહાં ની કલગી, 100 150 કરોડ નહીં પરંતુ કિંમત જાણી તમારા હોંશ ઉડી ઉડી જશે

ભારત દેશમાં અનંત અને રાધિકાના લગ્ન લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે આ પહેલા પણ જામનગર અને ઈટલી અને ફ્રાન્સની વચ્ચે થયેલા પ્રિવેડિંગ ફંક્શન પણ ખૂબ જ ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ અનંત ના લગ્ન માટે ત્રણ જુલાઈથી જ ફંકશનની શરૂઆત મુંબઈના એન્ટિલિયા ખાતે શરૂ કરી દેવામાં આવી હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ સંગીત સંધ્યા રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ સ્ટેજ પરફોર્મન્સ માટે દેશ-વિદેશના અલગ અલગ સિંગરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં જસ્ટિન બીબર ગુજરાતી સિંગર કિંજલ દવે અને પાર્થિવ ગોહિલ જેવા તમામ કલાકારો અને સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી.

આ લગ્નમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કલાકાર અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી આ સાથે જ રાજકારણ રમત ગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ વિશિષ્ટ રીતે આ પ્રસંગમાં હાજર રહ્યા હતા ત્યારબાદ મંદિરોના સાધુ સંતો ધર્મગુરુ વિશ્વ ગુરુ ઉપસ્થિત રહી અંધ અને રાધિકાને એમના નવા લગ્નજીવન માટે આશીર્વાદ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી આ કારણથી જ લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતા બન્યા હતા અને લોકો વર્ષો સુધી આ લગ્નને પોતાના હ્રદયમાં વિશિષ્ટ રીતે યાદ રાખશે.

આ લગ્નને વધારે યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારના તમામ સભ્યોએ અલગ અલગ રીતે પોતાના લૂકને કમ્પલેટ કર્યા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં દુલ્હા બનેલા અનંતે પોતાની માતા નીતા અંબાણીની ખાનદાની જ્વેલરી પહેરી હતી માત્ર એટલું જ નહીં પરંતુ મુગલ બાદશાહ શાહજહાની પોતાના બાજુબંધ માટે કલગી પહેરી હતી જેની કિંમત આશરે 200 કરોડ આસપાસ બતાવવામાં આવી રહી છે. આ લગ્નમાં અનંત એ બાજુબંધમાં જે કલગી પહેરી હતી તે વાસ્તવમાં મુઘલ બાદશાહ શાહજહાં ની કલગી હતી. આ કલગીમાં રુબી અને કરોડોના હીરાનો સમાવેશ થાય છે.

આ કલગી વિશે થોડી માહિતી મેળવીએ તો નીતા અંબાણીએ મુંબઈમાં આયોજીત મિસ વર્લ્ડ પ્રેઝન્ટ 2024માં ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માટે નીતા ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે નીતા એ ચમકદાર બનારસી સાડી પહેરી હતી. આ દરમિયાન નીતા અંબાણીએ શાહજહાની કલગી સાથે પોતાનો દેખાવ પૂર્ણ કર્યો હતો.

આ કીમતી જ્વેલરી ની હરાજી 2019 માં કરવામાં આવી હતી જેને ૨૦૦ કરોડની કિંમતમાં અંબાણી પરિવાર દ્વારા ખરીદવામાં આવી હતી. પહેલાના રાજા મહારાજાઓ આ કલકીનો ઉપયોગ પોતાની પ્રતિષ્ઠા આનબાન અને સન્માન વધારવા માટે ઉપયોગ કરતા હતા જ્યારે અનંત અંબાણીએ આ કલકીનો ઉપયોગ પોતાના બાજુબંધ માટે કર્યો હતો હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેની કિંમત જાણી તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *