અનંત અંબાણીના લગ્ન પહેલા મુકેશ અંબાણીએ એન્ટિલિયા કરતાં પણ વધારે કરોડોની કિંમતનું ખરીદ્યું ઘર!! જાણો શું છે આ ઘરની વિશેષતા
આપ સૌ લોકો જાણો છો કે થોડા સમય પહેલાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન જામનગર ખાતે ખૂબ જ શાનદાર રીતે યોજવામાં આવ્યા હતા. આ પ્રિ વેડિંગ ની ચર્ચા માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. કારણકે પ્રી-વેડિંગ ફંક્શન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા સમગ્ર જામનગરને સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યુ હતું. આ ફંકશનમાં દેશ-વિદેશના અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રિ વેડિંગ ફંકશનમાં 120 મિલિયન કરતાં પણ વધારે નો ખર્ચ કરવામાં આવ્યો હતો.
રિલાયન્સ કંપની તથા અંબાણી પરિવાર સાથે જામનગરની અનોખી વાત જોડાયેલી છે આજ કારણથી અનંત અંબાણીના પ્રિવેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા. આપ સૌ લોકો જાણો છો કે મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર પોતાની લક્ઝરીયસ લાઈફને લઈ ઘણીવાર ચર્ચામાં રહે છે. આ સાથે સાથે અંબાણીનું એન્ટીલીયા ઘર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ઘર જોતાની સાથે જ તમે થોડીવાર માટે સ્વર્ગને પણ ભૂલી જશો.
આ ભારતનું સૌથી મોંઘુ ઘર મુંબઈમાં સ્થિત છે. જે મુંબઈની ખૂબસૂરતીમાં વધારો કરે છે. પરંતુ અનંત અંબાણીના લગ્ન પહેલા મુકેશ અંબાણીએ એન્ટેલીયા કરતા પણ મોંઘુ ઘર ખરીદ્યું છે. જેની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. મુકેશ અંબાણીની દરેક ચર્ચામાં તેમના ઘરનું સ્થાન સવિશેષ હોય છે. મુકેશ અંબાણી નું આ ઘર કમલા હિલ વિસ્તારમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. આ ઘર વિશ્વના સૌથી મોંઘા ઘરમા સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણીના ઘર માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં રહેલા છે.
મુકેશ અંબાણી નું દુબઈમાં આવેલું ઘર 640 કરોડની કિંમતનું બનેલું છે. એ ખૂબ વિશાળ અને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. આ સાથે જ અનેક દેશમાં ભવ્યવિલા અને મહેલ પણ આવેલા છે. મુકેશ અંબાણીએ સૌથી વધુ ખર્ચો પોતાના મુંબઈના એન્ટિલિયા ઘરમાં કર્યો છે આ ઘર સાથે સાથે તેમનું ફર્નિચર પણ ખૂબ જ કીમતી બનાવવામાં આવ્યું છે. આ ઘરની આશરે કિંમત 15,000 કરોડ કરતાં પણ વધારે છે. હાલમાં તો એન્ટીલિયા ઘર દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.