અનંત અંબાણીના લગ્ન પહેલા સાઉથ ફ્રાન્સમાં ક્રુઝ પર થશે બીજું પ્રિ વેડિંગ, કરોડોનો નહીં પરંતુ અબજોનો કરવામાં આવશે ખર્ચ જાણો શું છે આ પ્રિ વેડિંગ ફંક્શન ની ખાસિયત

આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં દેશ વિદેશના અનેક લોકોએ હાજરી આપી પ્રી વેડિંગ ફંકશનને યાદગાર બનાવ્યું હતું. સમગ્ર જામનગરને સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

પરંતુ લગ્ન પહેલા ફરી એક વાર પ્રીવેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. આ વખતે પ્રી વેડિંગ ફંક્શન ભારતમાં નહીં પરંતુ વિદેશની ધરતીમાં સમુદ્રની વચ્ચે થવાનું છે. આ પ્રિ વેડિંગ ફંક્શન જોવા માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે આ જ કારણથી અત્યારથી જ સમગ્ર અંબાણી પરિવાર લગ્નની તૈયારીમાં લાગી ચૂક્યો છે.

જોકે અંબાણી પરિવારના દરેક ફંક્શન ની નોંધ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લેવાય છે આ જ કારણથી અંબાણી પરિવાર આજના સમયમાં સમગ્ર વિશ્વમાં રિલાયન્સ કંપનીનો ડંકો વગાડી રહ્યો છે તે તમામ ગુજરાતવાસીઓ તથા ભારતવાસીઓ માટે ગર્વની વાત છે.જોકે અંબાણી પરિવાર પોતાની કર્મભૂમિ અને જન્મભૂમિ સાથે જોડાયેલો રહે છે તેથી જ તેના દીકરાના પ્રિયડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા.

પરંતુ આ વખતે તેના દીકરાના લગ્ન ભારત દેશમાં નહીં પરંતુ લંડન એસ્ટેટમાં થશે. જોકે ઘણા લાંબા સમયથી અનંત અંબાણીના લગ્ન મુંબઈમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ હાલમાં લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફંક્શન યોજવામાં આવશે. 529 કરોડની લક્ઝરી હોટલમાં આ તમામ પ્રીવેડિંગ ફંક્શન નું આયોજન થવા જઈ રહ્યું છે.

પ્રી વેડિંગ ફંક્શન અને લગ્નમાં બોલીવુડ હોલીવુડ થી માંડી અનેક દેશ વિદેશના પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં સલમાન ખાન શાહરુખ ખાન સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન આલિયા ભટ્ટ જેવા અનેક દિગ્ગજો હાજર રહેશે તેવી શક્યતાઓ છે. વીદેશની ધરતીમાં આ પ્રિ વેડિંગ ફંક્શન નો ખર્ચ કરોડોથી લઈ અબજો સુધી કરવામાં આવે તેવી શક્યતા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *