ઓપન જીપમાં બેસી અનંત અને રાધિકાનું જામનગરમાં થયું આગમન ઢોલ નગારા શરણાઈ અને પુષ્પ વર્ષાથી રજવાડી અંદાજમાં થયું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ વિડિયો

અનંત અંબાણી અને રાધિકા લગ્ન બાદ કર્મભૂમિ જામનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા નવદંપત્તિને શુભેચ્છા શુભકામના અને નવા લગ્ન જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના પ્રથમ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા જે આ અલગ અલગ ફંક્શનમાં તમામ ગ્રામ વાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ સંગીત સંધ્યા રાસ ગરબા ના કાર્યક્રમ સાથે લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમાં કિર્તીદાન ગઢવી અલ્પા પટેલ જેવા ગુજરાતના સર્વ શ્રેષ્ઠ કલાકારનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઈએ કે અંબાણી પરિવાર આટલા મોટા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા અને એથી વિશેષ પોતાની કર્મભૂમિ ને ક્યારેય ભૂલતા નથી તે હંમેશા જામનગર સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા રહે છે તથા તેમની સાથે ખૂબ જૂનો સંબંધ રહેલો છે કારણ કે મુકેશભાઈ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ જામનગરથી જ પોતાના કાર્ય અને સફળતાની શરૂઆત કરી છે આ કારણથી જ અંબાણી પરિવાર પોતાના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં જામનગર ખાતે જવાનું વધારે પસંદ કરે છે આ કારણથી જ અનંત અને રાધિકા લગ્ન બાદ કોઈ વિદેશ કે અન્ય ફરવા લાયક સ્થળ પર જવાની જગ્યાએ પોતાની કર્મભૂમિ જામનગર પહોંચ્યા હતા.

અનંત અને રાધિકાનું ઓપન જીપમાં જામનગર ખાતે શાનદાર અને રજવાડી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આ બાદ નવદંપત્તિ પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી તથા ઢોલ નગારા અને શરણાઈ ની વચ્ચે અનંત રાધિકા લોકોની વચ્ચે પહોંચ્યા હતા. બંને લોકો માટે કડક સુરક્ષા બંદોબસ્ત તથા સુરક્ષા ગોઠવવામાં આવી હતી જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય.આગમનને વધારે ખાસ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી પરંપરા અને ભારતીય રીત રિવાજ અનુસાર અનંત અને રાધિકાની મહિલાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.

અનંત અને રાધિકા સંપૂર્ણ સાદગી પૂર્વક જામનગરવાસીઓનો બંને હાથ જોડી આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા પણ સંસ્કાર સભ્યતા અને સાંસ્કૃતિક વિચારો સાથે હંમેશા જોડાયેલી રહે છે અનંત લાલ જેકેટમાં જોવા મળ્યો હતો જ્યારે રાધિકા ગુલાબી કુર્તીમાં જોવા મળી હતી તમામ લોકો નવદંપત્તિની ઝલક અને આશીર્વાદ આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ અંબાણી પરિવારના દીકરા દીકરી અને વહુમાં આવેલા સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા ખરેખર આ તસવીરોને વિડિયો જોતા તમારું દિલ પણ ખુશ થઈ જશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *