હલ્દી રસમમાં પીઠીના રંગમાં રંગાયા અનંત અને રાધિકા પીળા રંગના પોશાકમાં બંને લાગે છે ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવારના ઘર આંગણે હવે ગણતરીના દિવસોમાં જ શરણાયો ગુંજવા જઈ રહી છે પરંતુ તે પહેલા રાસ ગરબા સંગીત સંધ્યાના કાર્યક્રમથી સમગ્ર અંબાણી પરિવાર જગમગી ઉઠ્યો હતો. થોડા દિવસોથી અનેક સ્ટેજ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં શરૂઆતથી જ કોકીલાબેન અંબાણી તરફથી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ એ હાજરી આપી તમામ અંબાણી પરિવારને ગરબે જુમાવ્યા હતા. ત્યારબાદ પોપ સ્ટાર જસ્ટિન બીબર એ પોતાના સ્ટેજ પરફોર્મન્સથી તમામ લોકોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો જેમાં જસ્ટિન બીબર્સને અંબાની પરિવાર તરફથી 84 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ પફોમન્સ અંબાણી પરિવારના લગ્ન માટે ખૂબ જ ખાસ રહ્યો હતો.



આ બાદ ગુજરાતી સિંગર કિંજલ દવે ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં કિંજલ દવે તમામ લોકોને પોતાના સુર અને તાલથી આમંત્રિત મહેમાનો અને સમગ્ર અંબાણી પરિવારને ગરબાની મોજ કરાવી હતી તથા ચારે તરફ ધૂમ મચી ગઈ હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતી લોકો પોતાના કોઈ પણ કાર્યક્રમમાં ગરબાને ક્યારેય ભૂલતા નથી આ જ વાતને ધ્યાનમાં લઈ અંબાણી પરિવાર એ પણ અત્યાર સુધી બે થી ત્રણ વાર રાસ ગરબા ના કાર્યક્રમનું આયોજન કર્યું છે જે પરથી કહી શકાય કે અંબાણી પરિવાર એક પાકા ગુજરાતી છે.



આ માહોલ વચ્ચે કવિરાજ તરીકે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં જાણીતા આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની સ્ટોરીમાં અંબાણી પરિવારની લગ્ન માટે આમંત્રણ પત્રિકાની તસવીરો શેર કરી છે આ પરથી તેમના ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે હવે ટૂંક જ સમયમાં આદિત્ય ગઢવી અંબાણી પરિવારના ઘર આંગણે રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે પરંતુ હજુ સુધી તેમની કોઈ સાચી સ્પષ્ટતા બહાર આવી નથી જોકે આ આમંત્રણ પત્રિકા અનંત અંબાણીના લગ્ન માટે આમંત્રણ પણ હોઈ શકે છે પરંતુ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે આદિત્ય ગઢવી પોતાનું પફોમન્સ આપી ચૂક્યા છે જે નીતા અંબાણી અને મુકેશ અંબાણી તરફથી આદિત્ય ગઢવીના ખૂબ જ વખાણ સાંભળવા મળ્યા હતા.


નીતા અંબાણી આ કાર્યક્રમમાં કહ્યું હતું કે આ તો માત્ર મુંબઈમાં શરૂઆત છે હજુ તો કવિરાજ તમને ઘણા બધા સાંભળવાના છે આદિત્ય ગઢવી અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે આથી કહી શકાય કે તેઓ હવે રાસ ગરબા ના કાર્યક્રમમાં પરિવાર પોતાના સુર થી ધૂમ મચાવશે પરંતુ હજુ સુધી તેની કોઈ સાચી ખબર સામે આવી નથી હાલમાં તો આ સ્ટોરી જોઈ તેમના તમામ ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. ત્યારબાદ 13 અને 14 જુલાઈના રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ લગ્નની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *