અનંત રાધિકાની હલ્દી સેરેમની માં બોલીવુડ સેલિબ્રિટી નો મેળાવડો જામ્યો સલમાન ખાન,રણવીર કપૂર,ઓરી, અનન્યા પાંડે સહિત જાણો કોણે આપી હાજરી
અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે. મામેરા વિધિ સંગીત સંધ્યા રાસ ગરબા બાદ સમગ્ર અંબાણી પરિવાર એ ખૂબ જ ભવ્ય અને ધમાકેદાર હલ્દી રસમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગુજરાતી પરંપરાગત રીતે આ રસમને પીઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાણી પરિવારના ઘરે જાણે સમગ્ર વાતાવરણ પીળા રંગમાં રંગાઈ ગયું હોય તેવું દ્રશ્ય ચારે તરફ ઊભું થયું હતું. આ હલ્દી રસમ ની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં લોકો એ જોતાની સાથે જ ખૂબ જ વખાણ કર્યા હતા. આ હલ્દી સેરેમની નું આયોજન અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટિલિયા માં થયું હતું.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને લોકો પીળા રંગના પહેરવેશમાં જોવા મળ્યા હતા.હલ્દી રસમ ની પરંપરા મુજબ વર અને વધુ બંને લોકો હળદર અને ચંદનનો પોતાના શરીર પર લેપ લગાવે છે. હલ્દી રસમ ના આ કાર્યક્રમમાં દેશ-વિદેશના આમંત્રિત મહેમાન બિઝનેસમેનો, બોલીવુડ હોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ સહિત તમામ સગા સંબંધી અને મિત્રો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી હલ્દી રસમ ના આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો તથા તમામ લોકો પીળા રંગના પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ રસમ ના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહ્યા છે જેમાં આપ વીડિયોમાં જોઈ શકો છો કે સમગ્ર અંબાણી પરિવાર ગીત શરૂ થાતાની સાથે જ ખૂબ જ નાચી રહ્યો છે તથા તમામ લોકો પીળા રંગમાં રંગાઈ ગયા છે.
આ રસમ ના કાર્યક્રમમાં અનંત અંબાણીના કાકા કાકી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ પોતાની પુત્રવધુ ક્રિષ્ના સાથે જોવા મળ્યા હતા.જેની તસવીરો પણ કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ હલ્દી રસમ ના કાર્યક્રમ માટે ટીના અંબાણીએ પોતાના ભત્રીજા અનંત માટે પોતાના ગળામાં હીરા પન્ના નો હાર પહેરી હતો જેની કિંમત આશરે લાખોમાં દર્શાવવામાં આવી રહી છે આ પ્રસંગ પણ કાકા કાકી અને તેમના પરિવાર માટે ખૂબ જ વિશિષ્ટ અને ખાસ બન્યો હતો.
આ દ્રશ્યએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ તમામ આમંત્રિત મહેમાનો સહિત બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીએ પણ આ રસમ માં ભાગ લીધો હતો.તેમાં અનન્યા પાંડે સનાયા કપૂર ઓરી સલમાન ખાન જેવી અનેક સેલિબ્રિટી નો સમાવેશ થાય છે.હવે ના સમય બાદ અંબાણી પરિવારના ઘરે અનેક રસમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ 12 જુલાઈના રોજ અનંત અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે આ લગ્નનું આયોજન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે પરંતુ તે પહેલા તમામ વિધિઓ એન્ટિલિયામાં કરવામાં આવશે.