અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં ઓરીએ ખુશી કપૂર, અલવિયા જાફરી,અને અનન્યા પાંડે સહિત બોલીવુડની તમામ અભિનેત્રીઓ સાથે કરાવ્યું ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
અંબાણી પરિવારે મામેરા વિધિ રાસ ગરબા સંગીત સંધ્યા બાદ અનંત અને રાધિકા માટે હલ્દી રસમ વિધિનું આયોજન કર્યું હતું જેમાં અંબાણીના પરિવારજનો સહિત બોલીવુડના તમામ સેલિબ્રિટીનો મેળવડો જોવા મળ્યો હતો. આ માહોલ વચ્ચે અંબાણી પરિવારના અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ખાસ મિત્ર ઓરીએ પોતાના લુક થી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.ઓરીએ અનન્યા પાંડે , શનાયા કપૂર , ખુશી કપૂર અને અન્ય લોકો સાથેના ફોટા પહેલા અને પછી આ પ્રમાણે ફોટા પોસ્ટ કર્યા હતા. આ તસવીરમાં ઓરી સહિત તમામ અભિનેત્રીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી તથા તમામ લોકો પીળા રંગના પહેરવેશમાં રંગાઈ ગયા હતા.

આ હલ્દી રસમ વિધિ નું આયોજન 9 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું હતું.અનન્યા પાંડે, શનાયા કપૂર, ખુશી કપૂર સહિત અન્ય બોલીવુડની અભિનેત્રી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હલ્દી સમારોહનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં ચાહકો તરફથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. પ્રથમ તસવીરમાં ખુશી કપૂર, અલવિયા જાફરી, શનાયા કપૂર અને અનન્યા પાંડે એક સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે.
ઓરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હલ્દી રસમ પહેલાં અને પછીની તસવીરો શેર કરી છે.જેમાં પહેલાની તસ્વીરમાં ઓરી સાથે તમામ અભિનેત્રી પીળા કલરની કુર્તીમાં જોવા મળી રહી છે ત્યારબાદ બીજી તસવીરમાં તમામ લોકો હલ્દી રંગાયેલા જોવા મળી રહ્યા છે.શનાયા એ અનન્યા પાંડે સાથે પોતાની હલ્દી રસમ ની તસ્વીરો શેર કરી છે જેમાં બોલીવુડની બંને અભિનેત્રીઓ ખૂબ જ સુંદર લાગી રહી છે તેમને ઓરી સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે હું અને મારી બહેન @shanayakapoor02 સાથે હલદી રસમની ખાસ તસવીરો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ હલ્દી રસમ ના કાર્યક્રમમાં બોલીવુડ સેલિબ્રિટીનો મેળવડો જોવા મળ્યો હતો જેમાં અર્જુન કપૂર સલમાન ખાન સહિત અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી.

પરંતુ હલ્દી રસમ ના કાર્યક્રમમાં ઓરી તમામ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે આ વિધિની શરૂઆતથી જ તેને ફોટોગ્રાફી નો જલવો લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો જેમાં તે તમામ અભિનેત્રી સાથે જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ઓરી અંબાણી પરિવારના તમામ ફંક્શનમાં હાજરી આપે છે તેણે મામેરા વિધિથી લઇ હલ્દી રસમ ના તમામ કાર્યક્રમમાં પોતાની હાજરી આપી હતી અને અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી આ લગ્ન પ્રસંગને વિશિષ્ટ બનાવ્યો હતો.

માત્ર એટલું જ નહીં પરંતુ થોડા સમય પહેલા અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણી સાથે ઓરીએ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ઘણા લોકોએ તેમાં નારાજગી દર્શાવી હતી પરંતુ અન્ય વ્યક્તિઓએ આ તસવીરોને ખૂબ જ પ્રેમ આપ્યો હતો. હાલમાં તો ઓરીએ તમામ બોલિવૂડની અભિનેત્રી સાથે હલ્દી રસમમાં ખૂબ જ મજા માણી હતી.