અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શન 7475 કરોડના જહાજમાં દરિયાની વચ્ચે યોજાશે, જાણો શું છે આ ફંકશનમાં ખાસ
દેશમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને રાધિકાના બીજા પ્રી વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યા છે.આ ફંકશન ૨૯ મે ના રોજ યોજાશે.આ સાથે સાથે દરિયા ની વચોવચ હરતી ફરતી ફાઇસટાર હોટલ કરતા પણ વિશેષ ક્રુઝમાં આયોજિત કરવામાં આવશે.
અનંત રાધિકા ના આ પહેલા પણ પ્રિ વેડિંગ ફંકશન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા ત્યારે હવે લગ્નના ગણતરીના દિવસો બાકી છે તે પહેલા બીજા પ્રિ વેડિંગ ફંક્શન ઈટલી અને ફ્રાન્સની વચ્ચે ક્રુઝમાં આયોજિત કરવામાં આવશે જેમાં લંચ ડિનર પાર્ટી સાથે ડીજે નાઈટ પાર્ટીના અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રુઝ પ્રિ વેડિંગ ફંકશનના ચાર દિવસમાં 4380 km નું અંતર કાપશે. આ ક્રુઝ કોઈ સામાન્ય નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટલ અને મહેલ કરતા પણ વિશેષ છે જેમાં તમામ સુવિધા નો સમાવેશ થાય છે.
આ ક્રુઝ નું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. આ જહાજ ની કિંમત ૯૦ કરોડ ડોલર એટલે કે 7475 કરોડ છે. આ ક્રુઝમાં એક સાથે 3950 મુસાફરો મુસાફરી કરી શકે તેટલી વ્યવસ્થા છે. આ ક્રુઝમાં રૂમ, કિચન વોશરૂમ,લિવિંગ રૂમ, સ્પોર્ટ એરીયા, ક્લબ હાઉસ ,સ્વિમિંગ પૂલ જેવી અનેક સુવિધા નો સમાવેશ થાય છે. આ ક્રુઝમાં અંબાણી પરિવારના શાનદાર પ્રી વેડિંગ આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત 29 મેથી થશે.
આપ સૌ લોકો જાણો છો કે અંબાણી પરિવાર સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે આ કારણથી જ આ પ્રી-વેડિંગ ફંક્શન માં અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે આ સાથે સાથે સલમાન ખાન રણવીર સિંહ મહેન્દ્ર સિંહ ધોનીનો સમગ્ર પરિવાર તથા રણવીર કપૂર આલિયા ભટ્ટ અને દીકરી સાથે પહોંચ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી આ સાથે સાથે અન્ય બિઝનેસમેન અભિનેતા અને અભિનેત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
અંબાણી પરિવાર એ ચાર દિવસના પ્રી વેડિંગ ફંક્શન માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે જેમાં પ્રથમ દિવસે મહેમાનોના સ્વાગત નું આયોજન અને લંચ અને ડિનર નાઇટ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે તમામ મહેમાનો માટે રોમ શહેર ની સુંદરતાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ત્રીજા દિવસ એ તમામ મહેમાનો ફ્રાન્સ ના કાન્સ શહેર પહોંચશે. અહીં એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ચોથા દિવસ એ મહેમાનો ઈટલી ના પોર્ટો ફિનો માં પ્રવાસ ની મજા માણશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ પ્રિ વેડિંગ ફંકશનમાં શકીરા હાજરી આપે તેવી પણ શક્યતા છે.