અનંત રાધિકાના લગ્ન ફંકશનમાં ગુજરાતી સિંગર કિંજલ દવેએ ધૂમ મચાવી સમગ્ર અંબાણી પરિવાર મન મૂકી ને ગરબે રમ્યા જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ લગ્ન પહેલા 3 જુલાઈથી અનેક ફંકશન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ સંગે રાસ ગરબા જેવા તમામ કાર્ય આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ ખૂબ જ ધામધૂમથી મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવશે પરંતુ 10 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવાર દ્વારા ભવ્ય રાસ ગરબા ના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો બોલીવુડ સેલિબ્રિટી તથા અન્ય પરિવાર જન સાથે સગા સંબંધી અને મિત્ર હાજર રહ્યા હતા.



આ પહેલા પણ કોકીલાબેન અંબાણી તરફથી રાસ ગરબા નું આયોજન કર્યું હતું જેમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ હાજર રહ્યા હતા અને તમામ અંબાણી પરિવારના સભ્યોને ગરબા ની મોજ કરાવી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં ખૂબ જ મોટા સિંગર અને સેલિબ્રિટી હાજરી આપતા હોય છે.

આ પહેલા પણ સંગીત સેરેમની ના કાર્યક્રમમાં પોપ સ્ટાર જસ્ટિન બીબર હાજર રહ્યા હતા. અને અંબાણી પરિવાર એ તેને 84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. અને હવે ગુજરાતી સિંગર કિંજલ દવે અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી તેમના રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજર રહી હતી. આ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. એમાં તેણે અંબાણી પરિવારના કાર્યક્રમમાં પર્ફોમન્સ કરવા માટે જણાવ્યું હતું.



વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવે અંબાણી પરિવારના તમામ સભ્યો સાથે ઘણો સમય વિતાવ્યો હતો તથા તેમની સાથે વાતચીત કરી આભાર વ્યક્ત કર્યો હતો.અનંત અંબાણી સાથે પણ અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી હતી. ત્યારબાદ કિંજલ દવે ના તાલે તમામ અંબાણી પરિવારના સભ્યો સગા સંબંધી અને આમંત્રિત મહેમાનો એ ગરબાની ધૂમ મચાવી હતી.

વાયરલ વીડિયોમાં તમામ લોકો કિંજલ દવેના રાસ ગરબા ના કાર્યક્રમમાં ગરબે ઘૂમતા જોવા મળે છે. તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે ગત રાત્રે અંબાણી પરિવાર અને રાધિકા મર્ચન્ટના મોસાળુ અને રાસ ગરબા ના કાર્યક્રમમાં પર્ફોમન્સ કર્યું. અમારી સાથે રહેવા તમામ ઉદ્યોગપતિ અને અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર, આપ સૌ લોકો ગુજરાતીઓનું ગર્વ અને હૃદય છો. તમામ ગુજરાતવાસીઓની કિંજલ દવે ખૂબ જ પ્રશંસા કરી હતી અને તેમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિંજલ દવેના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ રાસ ગરબા ના કાર્યક્રમથી કિંજલ દવે આજે સમગ્ર ગુજરાત અને વિશ્વને ગર્વ અપાવ્યું છે. વાયરલ વિડીયો અને તસવીરને અત્યાર સુધી ચાર લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં કિંજલ દવે પ્રત્યે ચાહકોનો ખૂબ પ્રેમ સાથ અને સહકાર જોવા મળ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *