અનંત રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં ગુજરાતી કલાકાર અને ફિલ્મના સુપરસ્ટારએ મચાવી ધમાલ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી,જાનકી બોડીવાલા,માનસી પારેખ…સહિત જાણો ક્યાં અન્ય ગુજરાતી સીતારા રહ્યા હાજર
12 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નની શરણાઈઓ ગુંજી હતી આ લગ્ન માટે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ જ લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારબાદ દેશ વિદેશના તમામ આમંત્રિત મહિમાનોની ઉપસ્થિતિમાં આ રૂડા પ્રસંગની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલા 3 જુલાઈના રોજ અનંત અંબાણીના અનેક ફંક્શન ની ઝલક ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ સંગીત સંધ્યા અને રાસ ગરબા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લગ્ન પ્રસંગના શુભ કાર્યક્રમમાં બોલીવુડ હોલીવુડના સિતારા તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા માત્ર એટલું જ નહીં પરંતુ રમત જગત રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી અંબાણી પરિવારના આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો. પરંતુ આ લગ્નના માહોલ વચ્ચે ગુજરાતી કલાકાર અભિનેતા અભિનેત્રી અને સિંગરની પણ ખૂબ જ જમાવટ જોવા મળી હતી જેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ગુજરાતવાસીઓએ તમામ કલાકારોને ભરપૂર પ્રેમ સમર્પિત કર્યો હતો.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને કિંજલ દવે ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ લગ્નમાં વધારે ચમક ઉમેરવા માટે આદિત્ય ગઢવી ઓસમાણ મીર અને ભારતીય ગોહિલ લગ્નની રાત્રી સંધ્યાએ જોવા મળ્યા હતા. આ સાથે જ ગુજરાતના પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી સાયરામ દવે પણ ઉપસ્થિત રહી અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગને ખાસ બનાવ્યો હતો.
જાણે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કલાકાર ક્ષેત્ર એક સાથે ઉમટી પડ્યું હોય તેવું દ્રશ્ય અંબાણી પરિવારના ઘર આંગણે અને લગ્ન પ્રસંગના સ્થળે નિર્માણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ પણ હાજર રહ્યા હતા જેમાં જાનકી બોડીવાલા શ્રદ્ધા ડાંગર જેવા અનેક ફિલ્મ સુપર સ્ટાર એ અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી હાજરી આપી હતી.
આ બાદ તમામ લોકોએ એક સાથે ભોજનની મજા માણી હતી તથા લગ્નના તમામ પ્રસંગોમાં ભાગ લીધો હતો વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે તમામ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક સાથે ટેબલ પર બેસી ભોજનની મજા માણી રહ્યા છે. અન્ય વાયરલ તસવીરોમાં ઘણા બધા કલાકારો વચ્ચેના રમુજી અંદાજ પણ જોવા મળ્યા હતા.
આ રિસેપ્શન પાર્ટીમાં માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા કલાકાર ક્ષેત્રના લોકોને પરંતુ સોશિયલ મીડિયામાં ગુજરાતી વિડીયો બનાવનાર અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ વિશિષ્ટ રીતે હાજર રહ્યા હતા. ગુજરાતી કલાકારો અને સુપરસ્ટાર ની હાજરીથી કાર્યક્રમ હંમેશા અંબાણી પરિવાર માટે યાદગાર બની ગયો હતો. આટલા મોટા અમીર પદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર પોતાની ગુજરાતી પરંપરા સંસ્કૃતિ વારસો અને સાહિત્યને હજુ સુધી ભૂલી નથી આ વાતને કારણે જ આજે તેઓ સમગ્ર દેશ દુનિયામાં પોતાની વિશિષ્ટ ઓળખ અને નામના ઉભી કરવામાં સફળ રહ્યા છે.
ખરેખર આ તમામ કલાકારો અને સુપરસ્ટારની હાજરીથી વાતાવરણની શોભા ચારેકોર પર વધારે ખીલી ઉઠી હતી. આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ અનેકવાર અંબાણી પરિવારના સામાજિક પારિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં ગુજરાતી કલાકારો પોતાના કાર્યક્રમ માટે હાજર રહેતા હોય છે આ પહેલા પણ જામનગરમાં થયેલા પ્રી-વેડિંગ ફંકશનમાં અલ્પાબેન પટેલ કિર્તીદાન ગઢવીએ લોકડાયનાની રમઝટ જમાવી હતી ત્યારબાદ કિંજલ દવે આદિત્ય ગઢવી ઓસમાણ મીર અને પાર્થિવ ગોહિલને પણ અંબાણી પરિવાર સાથે સમગ્ર ફિલ્મના સીતારા અને આમંત્રિત મહેમાનોએ ગરબાની રમઝટ જમાવી હતી.