અનંત રાધિકાના સ્વાગત માટે જામનગર જોવા મળ્યો દિવાળી જેવો માહોલ, રિલાયન્સ ટાઉનશિપને ફૂલો અને લાઇટ થી શણગારવામાં આવી રાત્રિના સમયે જોવા મળી ભવ્ય આતશબાજી જુઓ સુંદર નજારો
અનંત અને રાધિકા પોતાના લગ્ન પૂર્ણ કર્યા બાદ વતન જામનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઢોલ નગારા શરણાઈ સાથે પુષ્પવર્ષા કરી નવદંપત્તિ ને આવકાર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ રહેલો છે આ કારણથી જ પોતાના દરેક પારિવારિક સામાજિક અને ધાર્મિક પ્રસંગો જામનગરમાં ઉજવણી કરવાનું વધારે પસંદ કરતા હોય છે આ કારણથી જ નવદંપત્તિના આગમનની સાથે જ તમામ જામનગર વાસીઓએ દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો. અનંત અને રાધિકા નું સ્વાગત ઓપન જીપમાં લોકોની વચ્ચે કરવામાં આવ્યું હતું.જ્યાં તેમની એક ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણીએ અહીંથી જ પોતાની રિલાયન્સ કંપની ઇન્ડસ્ટ્રી ની શરૂઆત કરી હતી આ કારણથી જ તેમની દરેક સફળતા પાછળ જામનગર નો પ્રેમ હંમેશા છુપાયેલો છે માત્ર એટલું જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કા અંબાની પરિવાર અહીં જ પસાર કરેલા છે આ કારણથી જ તેઓ દરેક કાર્યક્રમ અને પ્રસંગ જામનગર ખાતે ઉજવવાનું વધારે પસંદ કરતા હોય છે.

આ પહેલાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન પણ જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યા હતા ત્યાં તમામ ગામડાઓને ભોજન તથા કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ સમગ્ર જામનગરના દુલ્હન કરતા પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને આપણી પ્રિ વેડિંગ ફંક્શન તથા જામનગર ની યાદોને વધારે યાદગાર બનાવવા માટે ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબાના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કલાકાર કિર્તીદાન ગઢવી અને અલ્પાબેન પટેલ હાજર રહ્યા હતા.

જામનગરના એરપોર્ટ પર અનંત અને રાધિકાનું પુષ્પ વર્ષા થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દિવાળીની જેમ જ આકાશ બાજી પણ કરવામાં આવી હતી આ કારણથી જ સ્વાગત પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી અનંત અને રાધિકાએ સંપૂર્ણ સાદગી ભાવથી તમામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રથમવાર નહીં પરંતુ હંમેશા જામનગર વાસી અંબાણી પરિવારને ખૂબ જ હૃદયથી ચાહે છે અને તેમના પ્રત્યે પોતાનો ભાવ અને પ્રેમ રજૂ કરતા હોય છે.

આગળના દિવસોમાં જામનગરમાં કયા કયા કાર્યક્રમનું આયોજન થવાનું છે તેની કોઈ હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ સૂત્રો અનુસાર અંબાણી પરિવાર આવે લગ્નના ફંકશન લંડન આયોજિત કરે તેવી શક્યતા છે. પરંતુ ખાસ વાત એ છે કે આટલા મોટા અમીર પથ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર પોતાના વતનને ક્યારેય ભૂલ્યો નથી. તેઓ હંમેશા પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા અને વતનને પોતાના હૃદયમાં વિશિષ્ટ સ્થાન આપે છે અનંતને પણ જામનગર આવવું ખૂબ જ પસંદ છે આ કારણથી જ લગ્ન બાદ પોતાની પત્ની રાધિકા સાથે જામનગર પહોંચ્યા હતા.