ખરા અર્થમાં પશુ પ્રેમી તો ખજૂરભાઈ જ છે મૂંગા પ્રાણીઓ માટે એવું કાર્ય કર્યું કે તમે વખાણ કરતા રહી જશો…..

આપ સૌ લોકો ગરીબોના મસિહા તરીકે જાણીતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાનીને તો ઓળખતા જશો તેઓ હંમેશા સત્કાર્યો સાથે જોડાયેલા રહે છે તથા તેમણે અત્યાર સુધી અનેક ગરીબોને તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસેવાનો ડંકો વગાડી રહ્યા છે. તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે. તેથી જ આજે તેઓ દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાની કરેલી સેવા ના વિડીયો શેર કરતા હોય છે.

જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર મળે છે ખજૂર ભાઈ આજે અભિનેતા કરતા પણ આગળ નીકળી ગયા છે. આ જ કાર્યોને કારણે તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે તેવામાં તેમને થોડા સમય પહેલા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં જોવા મળી રહ્યું છે કે ઉનાળાની સીઝન નજીક આવતાની સાથે જ તેઓ પ્રાણીઓ માટે ઘાસચારા થતા પાણીની વ્યવસ્થા કરતા જોવા મળે છે. તેઓએ માંડવી ગામમાં 500 થી વધારે પ્રાણીઓ રહી શકે તથા ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી છે.

દરરોજ પ્રાણીઓને ઘાસચારો મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા ખજૂરભાઈ દ્વારા કરવામાં આવી હતી તેણે અને તેની ટીમ સાથે ગાયોના ઘાસચારા માટેની પણ ઉત્તમ વ્યવસ્થા કરી હતી તેમનું માનવું છે કે જેમ માણસને મીઠાઈ પસંદ છે તેવી જ રીતે ગાયોને ઘાસચારો ખૂબ જ પસંદ છે. તેઓ સાથે સાથે કરી રહ્યા છે કે ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે તેવી જ રીતે ગાયને માંડવીનો ઘાસચારો ખૂબ જ પસંદ છે તેથી જ અમે આ ઉત્તમ કાર્ય ગાય માતા માટે કરી રહ્યા છીએ.

તેમની સાથે એ પણ કહ્યું હતું કે જો તમારે કૃષ્ણની નજીક જવું હોય તો ગાયોની સેવા કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ગાય એ કૃષ્ણની ખૂબ જ નજીક છે. ખજૂર ભાઈ આ સાથે ગૌમાતા ના આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા. તમામ પ્રાણીઓ માટે પીવાનું પાણી મળી રહે તે માટે અવેડા ની પણ સુવિધા કરી હતી. ત્યારબાદ ખજૂર ભાઈ ટેન્કર દ્વારા પાણી ભરવાનું શરૂ કરે છે પાણી પડતા ની સાથે જ ગાય માતા અવેળા તરફ દોડતી આવે છે તેમની સાથે ખજૂર ભાઈ કહી રહ્યા છે કે ગાયોને પાણી પીવડાવવું એ ખૂબ જ પુણ્યનું કામ છે.

આ અવસર મને પ્રાપ્ત થયો છે તેથી હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું ભગવાન મને આવા જ કાર્ય કરવાની શક્તિ આપે બસ એ જ પ્રાર્થના. ગાયોને પાણી પીવડાવ્યા બાદ ગાયો માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ટીમ એ પણ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો. આ તમામ ટંકી એટલે કે અવેડા ની પૂજા પણ કરવામાં આવી હતી.

આવી જ રીતે ખજૂર ભાઈ અનેક સેવાના કાર્યકર્તા જોવા મળે છે ગાયોની સેવા કરતો આ વિડીયો ખજૂર ભાઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં તેમના ચાહકોએ લાઇક અને કોમેન્ટ કરી આ પોસ્ટને વધાવી હતી હાલમાં તો ખજૂર ભાઈની આ સેવાનું કાર્ય સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *