યમનોત્રી યાત્રાએ જતા પહેલા આ વાંચી લેજો!! પહાડી રસ્તામાં ભક્તો સાથે ઘોડા અને ખચ્ચર જેવા પ્રાણીઓ ખૂબ ખરાબ રીતે ફસાયા, સુરક્ષા પર ઉભા થયા અનેક સવાલ જુઓ વાયરલ વિડિયો
તમામ ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે અને પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા વિશ્વાસ સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતીય સંસ્કૃતિમાં ચારધામની યાત્રાનું અનેરૂ મહત્વ છે. પરંતુ યાત્રા દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે અનેક સવાલ ઊભા થયા છે કારણ કે પ્રથમ દિવસે જ 12,000 થી વધુ લોકો યમનોત્રી પહોચ્યા હતા. આ કારણથી ભારે ટ્રાફિક સર્જાય હતી લોકોને જગ્યા પરથી ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું જેના કારણે અન્ય પ્રશ્નો પણ ઊભા થયા હતા.
ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ અનેક ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પ્રથમ દિવસે જ ઘોડા ખચ્ચર અને અન્ય સુવિધા જોવા ન મળી હતી. આ ઉપરાંત યાત્રાધામ સાથે જોડાયેલા વ્યક્તિએ કહ્યું હતું કે દરેક વખતે પૂરતો સાથ સહકાર આપી યાત્રાને સફળ બનાવી. આ સાથે તમામ ભક્તોની સુરક્ષા બાબતે પણ ઘણી વ્યવસ્થા કરવાનું સૂચવ્યું છે.
યાત્રા દરમિયાન થતી અવ્યવસ્થાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે પહાડી રસ્તા પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. લોકોએ આ વિડીયો જોતા ની સાથે જ રાજ્ય સરકાર પર ભારે સવાલ ઉઠાવ્યા હતા. આ બાદ પોલીસ અધિકારીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે હવે વધારે ભક્તોને યમનોત્રી એ મોકલવા ખૂબ જ મુશ્કેલ છે. યમનોત્રીની આ યાત્રા થોડા સમય માટે બંધ રાખવા વિનંતી કારણ કે પોલીસ જવાનોને પણ સુરક્ષાના ભાગરૂપે અનેક મુશ્કેલીઓ પડી હતી.
આ વિડીયો જોતા ની સાથે જ આવનારા સમયમાં જનારા ભક્તોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ભક્તો પોતાની જગ્યાએથી આગળ કે પાછળ જઈ શકતા નથી અને તેને એક જ જગ્યા પર ઊભું રહેવાનો વારો આવ્યો હતો. પહાડી રસ્તામાં અ સુરક્ષા સર્જાતા દરેક ભક્તોની સુરક્ષા પર પણ અનેક સવાલ ઊભા થયા છે. ભક્તો સાથે સાથે ઘોડા અને ખચ્ચર જેવા પ્રાણીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ વીડિયોમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી સુરક્ષા વધારવાના પ્રયાસો માટે વિનંતી કરી છે સાથે સાથે લોકોએ આ વીડિયોને ખૂબ શેર કર્યો છે જેથી આ વિડીયો રાજ્ય સરકાર સુધી પહોંચી જલ્દીથી આ સમસ્યા પર પગલા લઇ લોકોને સુરક્ષા આપી શકાય. હાલમાં તો કેદારનાથ અને બદ્રીનાથ ધામના દ્વાર ખુલતા ની સાથે જ ભક્તો ખૂબ આવું થયા હતા અને બાબા કેદારનાથને બદ્રીનાથ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો પ્રથમ દિવસે જ આ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.