તારક મહેતા સીરીયલ ના 16 વર્ષ પૂર્ણ થતા અંજલી ભાભીએ અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કરી ધમાકેદાર ઉજવણી જૂઓ સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો
તમામ માટે લોકપ્રિય બનેલી સીરીયલ તારક મહેતાના 16 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ખુબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સીરીયલ છેલ્લા 16 વર્ષની તમામ ઘરોમાં મનોરંજન કરાવી રહી છે આટલા વર્ષો થઈ ગયા બાદ પણ સીરીયલ ની લોકપ્રિયતામાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો નથી.

હાલમાં જોકે આ 16 વર્ષમાં સીરીયલ ના ઘણા પાત્રોએ હંમેશા માટે અલવિદા કહી દીધું છે પરંતુ નવા પાત્રોએ પણ કોઈપણ ચાહકોને નારાજ થવા દીધા ન હતા અને તેમને પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. આ સીરીયલના દરેક એપિસોડમાં વ્યક્તિઓ પ્રત્યેની લાગણી પ્રેમ અને દયાભાવ જોવા મળે છે તથા પોતાના હાસ્યથી અનેક સંદેશો આપતી સીરીયલ બની ચુકી છે આ કારણથી જ લોકો તેને વધારે જોવાનું પસંદ કરે છે.

આ સીરીયલ માં અભિનય કરતા અંજલીભાભીએ 16 વર્ષ પૂર્ણ થતા સિરિયલના અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ભવ્ય ઉજવણી કરી હતી તેમની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. જોકે જૂના અંજલી ભાભી સીરીયલ અલવિદા કહી દેતા તમામ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થયા હતા કે હવે બીજા અંજલિ ભાભી ક્યારે મળી શકશે નહીં પરંતુ નવાપાત્ર એ દરેક લોકોના દિલ પોતાના અભિનયથી જીતી લીધા હતા. અભિનેત્રી હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અવારનવાર અનેક તસવીરો શેર કરતી રહે છે જ્યારે તેમને હાલમાં જ 16 વર્ષ પૂર્ણ થતાની ઉજવણી ની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

તસવીરોમાં આપ જોઈ શકો છો કે અંજલિ ભાભી સીરીયલ ના અન્ય અભિનેતા અભિનેત્રી દિગ્દર્શક તથા ડાયરેક્ટર સાથે ફોટોગ્રાફી કરાવી રહી છે જેમાં પ્રથમ તસવીરોમાં નટુકાકા અને આશિત મોદી જોવા મળી રહ્યા છે. સાથે અન્ય તસવીરોમાં તેમની મિત્ર સોનુ પણ જોવા મળે છે આપને જણાવી દઈએ કે શૂટિંગ સેટ પરથી સોનું અને અંજલી ભાભી અવારનવાર એકબીજા સાથેની તસવીરો શેર કરે છે. આ સાથે બીજી તસવીરોમાં ગ્રુપ ફોટો પણ શેર કર્યો હતો તથા તમામ લોકો સાથે ડાન્સની પણ મજા માણી હતી.


આ સાથે કેપ્શન માં લખ્યું હતું કે પ્રેમ હાસ્ય અને આનંદ સાથે તારક મહેતા સીરીયલ ના 16 વર્ષ પૂર્ણ થયા ભગવાનના આશીર્વાદ આમ જ બની રહે અને દરેક ઘરમાં હાસ્યનું વાવાઝોડું થતું રહે બસ એ જ પ્રાર્થના આ સાથે તેમને લખ્યું હતું કે હું આ સમય અને મારી સાથે કામ કરી રહેલા અભિનેતા અને અભિનેત્રીઓને મારા જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં.
તેમના સાથ સહકાર અને ચાહકોના પ્રેમને કારણે આજે 16 વર્ષ સીરીયલ પૂર્ણ થવામાં સફળ રહી છે આપ સૌનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.જોકે અંજલી ભાભી છેલ્લા બે ત્રણ વર્ષોથી આ સીરીયલમાં જોડાયા છે પરંતુ ક્યારે પણ તેમણે પોતાના અભિનેત્રી લોકોને નારાજ થવા દીધા નથી અને દરેક એપિસોડમાં પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવી રહ્યા છે.