તારક મહેતાના અંજલી ભાભીએ પોતાના પરિવાર સાથે મુંબઈની વિશાળ હોટલમાં ડિનરની મજા માણી જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલમાં જુના અંજલી ભાભી એ શો ને અલવિદા કહી દીધી છે. આ સાથે જ નવા અંજલી ભાભી એટલે કે સુનયના નામની અભિનેત્રીએ તારક મહેતા સીરીયલ માં એન્ટ્રી લીધી હતી. ઘણા ચાહકો જુના અંજલી ભાભી ની વિદાયથી ખૂબ જ નારાજ થયા હતા.પરંતુ આ નવી અભિનેત્રીએ પોતાના અભિનયથી તમામ ચાહકોના દિલ જીતી લીધા છે દરેક લોકોને તેનો અભિનય ખૂબ જ પસંદ આવે છે.તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા ચાહકો સાથે જોડાયેલા રહે છે અને તસવીરો અને વિડીયો શેર કરતા હોય છે.

થોડા સમય પહેલા જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી હતી જેમાં તે પોતાના પરિવારજનો સાથે મુંબઈની મશહુર હોટેલ “THE WESTIN MUMBAI POWAI LAKE”માં ડિનર ની મજા માણતી જોવા મળી હતી. અભિનેત્રી આ હોટલમાં બ્લુ આઉટફીટ સાથે જોવા મળી હતી. અભિનેત્રી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે આથી જ પોતાનો મોટેભાગનો સમય પરિવાર સાથે પસાર કરતી હોય છે.

આ સાથે હોટલમાં તેણે અલગ અલગ ડીશનો ટેસ્ટ કર્યો હતો આ બધી ડીશની તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી અને ચાહકોને આ હોટલમાં એકવાર જરૂર આવવા માટે પણ કહ્યું હતું. તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે” HAPPINESS IS SHARING A SCRUMPTIOUS MEAL TOGETHER”આ બાદ વધુ લખ્યું હતું કે” WHAT A ROYAL AND AUTHENTIC EXPERIENCE AT NAWAB SAGEB”અભિનેત્રીએ મુંબઈની આ હોટલના ખૂબ જ વખાણ કર્યા હતા.

આ તસવીરને અત્યાર સુધી 16,000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.ઘણા વ્યક્તિઓએ અભિનેત્રીના ખૂબ જ વખાણ કર્યા હતા તો અન્ય વ્યક્તિઓએ મુંબઈની આ હોટલમાં પોતાના અલગ અલગ અનુભવો વ્યક્ત કર્યા હતા અભિનેત્રીને હોટલની તમામ ડીશ ખૂબ જ પસંદ આવી હતી. આ તમામ ડીશમાં પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઈનીઝ પુલાવ જેવી અલગ અલગ વાનગીઓ જોવા મળી રહી છે.
