અનંત રાધિકાની લંડન પાર્ટીમાં બહેન અંજલી મર્ચન્ટની ઓફ સોલ્ડર વ્હાઈટ ગાઉનમાં તસવીરો આવી સામે, સુંદરતામાં બોલીવુડની અભિનેત્રીને પણ આપે છે ટક્કર જુઓ પાર્ટી ની ઝલક
આપણે સૌ લોકો જાણીએ છીએ કે 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ સેન્ટર ખાતે અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ લગ્ન પ્રસંગમાં ખાસ અવસર ને વિશિષ્ટ અને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવાર મર્ચન્ટ પરિવાર સહિત દેશ વિદેશના તમામ આમંત્રિત મહેમાનો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
પરંતુ જ્યારથી અંબાણી પરિવારના ફંકશન શરૂ થયા છે ત્યાર દિવસથી જ રાધિકાની બહેન અંજલી મર્ચન્ટ લોકોની વચ્ચે ફેશન સ્ટાઈલ અને ખૂબસૂરત અંદાજના કારણે ચર્ચાનો વિષય બની છે અને તેની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આપને જણાવી દઈએ કે રાધિકાની બહેન અંજલી મર્ચન્ટને સુંદરતાનો કોઈ જવાબ નથી તેમની સામે તો બોલીવુડની અભિનેત્રી પણ ફીકી પડી શકે છે.
આ લગ્ન પ્રસંગમાં તમામ લોકોને નજર રાધિકા ની બહેન અંજલી પર ટકી રહી હતી અને તેની સુંદરતા જોઈ તમામ લોકો દિવાના બની ગયા હતા. સાથે જ અંજલી મર્ચન્ટ રાધિકાને પણ સુંદરતાના મામલામાં ટક્કર આપે છે. હાલમાં નવા કપલ અનંત અને રાધિકા પોતાના લગ્નની ઉજવણી માટે લંડન પહોંચી ગયા છે જે આ પોતાના નજીકના મિત્રો સાથે શાનદાર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ પાર્ટીમાં રાધિકાની બહેન અંજલી મર્ચન્ટ પણ હાજર રહી હતી જેનો નવો લુક સામે આવ્યો હતો. આ તસવીરોમાં તમે અંજલીની સુંદરતા જોઈ રાધિકાને પણ ભૂલી જશો. આ તમામ તસવીરો અંજલી મર્ચન્ટની પ્રાઇવેટ મેકઅપ આર્ટિસ્ટ મીરા એ અંજલિ ની વાઈટ ગાઉન સાથેની તસવીરો શેર કરી છે.
આ તસવીરો શેર કરતા મેકઅપ આર્ટિસ્ટ મીરા એ જણાવ્યું હતું કે આ પાર્ટીમાં અંજલીનો સૌથી બેસ્ટ લુક છે. અંજલી બોડી ફીટ વાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ગાઉનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે ફેબ્રિક નો બનેલ છે. ગાઉન ની બંને ફૂલ સ્લીવ્સ ફેબ્રિકથી બનેલ છે. આ સાથે તેને તેમાં થોડો રંગ ઉમેરવા માટે ગોલ્ડ જ્વેલરી થી પોતાના લુક ને કમ્પલેટ કર્યો હતો. આ સાથે તેને માથામાં સુંદર હેર એસેસરીઝ પણ કરી હતી. આ પહેલા પણ અનંત અને રાધિકાના લગ્નમાં તેમની બહેન અંજલીએ ખૂબ જ અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવી લોકોને પોતાની અદાથી ફિદા કરી દીધા હતા. હાલમાં તો રાધિકા કરતા પણ વધારે તેમની બહેન અંજલી મર્ચન્ટ ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.