આરતી સિંહના પ્રિ વેડિંગ ફંકશનમાં અંકિતા લોખંડેનો બ્લેક સાડી સાથે જોવા મળ્યો આકર્ષક લુક, બ્લેક સાડીમાં પોતાના પતિ સાથે પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ
હાલમાં બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સાથે ટીવી શોની પણ અનેક અભિનેત્રી લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે. આ માહોલ વચ્ચે ટીવી શો ની અભિનેત્રી આરતી સિંહ હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે પરંતુ તે પહેલા અભિનેત્રી ની હલ્દી મહેંદી રસમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

આવનારી 25 એપ્રિલના રોજ આરતી સિંહ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તે પહેલા તેના પ્રી વેડિંગ ફંક્શન નું ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીવી જગતના અનેક સીતારાઓ હાજર રહ્યા હતા. આ ફંકશનમાં આરતી સિંહની પરમ મિત્ર અંકિતા લોખંડે પણ હાજર રહી હતી.જોકે અંકિતા લોખંડે એ પોતાની સુંદરતાથી લોકોને તેના દિવાના બનાવી દીધા છે.

અંકિતા લોખંડેનો લુક દરેક ફંક્શન માં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. આ પ્રી વેડિંગ ફંક્શનમાં અંકિતા લોખંડે પોતાના પતિ વિકી જૈન સાથે હાજર રહી હતી. આ કપલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ પ્રી વેડિંગ ફંક્શન માં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જેન ની એન્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. અંકિતા લોખંડે પોતાની સુંદરતા સાથે સાથે બ્લેક સાડીથી લોકોને દીવાના બનાવી દીધા હતા.

આ સાથે તેમના પતિ વિકી જૈન પણ ખૂબ જ હેન્ડસમ અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો. આ બાદ બંને લોકોએ અનોખા અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું.

જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકો એ અંકિતા લોખંડે અને તેમના પતિની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા. હાલમાં તો આ તસવીર ધૂમ મચાવી રહી છે.
