મધ્યપ્રદેશમાં રહેતા એક પિતાએ પોતાના દીકરાની કંકોત્રીમાં એવું લખાવ્યું કે ભારતના વડાપ્રધાન મોદીએ પણ મન ભરીને વખાણ કર્યા જુઓ શું છે આ કંકોત્રીમાં ખાસ
હાલ સમગ્ર દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને એક લોકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે લગ્ન એ એક વ્યક્તિના જીવનનો અમૂલ્ય અને મહત્વનો ભાગ છે. આ લગ્નના માહોલ વચ્ચે અનેક લોકો લગ્નની કંકોત્રીમાં અવનવી વસ્તુઓ લખતા હોય છે જે સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બનતો હોય છે.આવી જ એક કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આપ સૌ લોકો જાણો છો કે આજે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ખૂબ જ જોશ થી ચાલી રહ્યો છે. આ માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા 400 પાર ના નારા અનેક જગ્યાએ લાગી રહ્યા છે. સાથે સાથે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. પરંતુ એક વ્યક્તિએ પોતાના દીકરાની કંકોત્રીમાં ચૂંટણીલક્ષી એવી વાત લખાવી કે પ્રધાનમંત્રી મોદીએ પણ મન ભરીને વખાણ કર્યા.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતા એક યુવક ના પિતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ દીકરાએ પોતાના લગ્નની કંકોત્રીમાં એવું લખ્યું કે પીછલી બાર તો લહર થી ઇસ બાર સુનામી લાના હૈ, મોદીજી કો પ્રધાનમંત્રી બનના હૈ. આ લાઇન લખી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કંકોત્રી દ્વારા દર્શાવ્યું હતું.
આ કંકોત્રી દ્વારા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી નું સમર્થન કરવા માટે અપીલ કરી હતી. આ યુવકના લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે તેવામાં યુવક કંકોત્રીના સંદેશ દ્વારા મોદીને જીતાડવાની અપીલ કરી છે. હાલમાં ચૂંટણી અને લગ્નના માહોલ વચ્ચે આ કંકોત્રી ચારેકોર ધૂમ મચાવી રહી છે જેમાં ભાજપના અનેક રાજનેતાઓએ કંકોત્રીના મન ભરીને વખાણ કર્યા હતા.