અનંત અંબાણીના લગ્ન માટે દુલ્હનની જેમ જગમગી ઉઠ્યું અંબાણી પરિવારનું એન્ટિલિયા ઘર લગ્નના તમામ કાર્યક્રમનું થશે ભવ્ય આયોજન, જુઓ ખાસ તસવીરો
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈ ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે આ લગ્ન માટે સમગ્ર અંબાણી પરિવાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘર આંગણે શરણાઈ બનશે જેમાં દેશ વિદેશના અનેક મહેમાનો હાજરી આપી લગ્નની શોભામાં વધારો કરવા જઈ રહ્યા છે આ લગ્ન માટે આમંત્રણ પત્રિકા થી દરેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
આ શુભ પ્રસંગના માહોલ વચ્ચે મુંબઈમાં આવેલ અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયાને દુલ્હન કરતા પણ વિશિષ્ટ રીતે રંગબેરંગી લાઈટ ના પ્રકાશથી શણગારવામાં આવ્યું છે જે જોતા ની સાથે જ ધરતી પરનું નાનકડું સ્વર્ગ લાગી રહ્યું છે આ ઘરની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઘરનો શણગાર જોતા અંદાજો લગાવી શકાય કે અનંત અંબાણીના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે.
અંબાણી પરિવાર દ્વારા લગ્નની તૈયારીઓ પણ ખૂબ જ પુરા જોશથી કરવામાં આવી રહી છે આ માટે તેમનું સમગ્ર ઘર એન્ટીલિયા લાઈટ ના ડેકોરેશન થી ઝગમગી ઉઠ્યું હતું. 27 માળનું આગળ મુંબઈના કોઈપણ છેડે થી જોઈ શકાય છે અને તેની રોશની સમગ્ર મુંબઈને પ્રકાશિત કરી રહી છે. આ ઘરના પ્રકાશ સાથે ઉત્સવનું વાતાવરણ પણ વધારે આનંદમય બન્યું હતું. લગ્નના દિવસોને ધ્યાનમાં લઇ અંબાણી પરિવારના ઘરની આસપાસ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો જેથી આ લગ્ન વચ્ચે કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અસુરક્ષા ના સર્જાય.
આ લગ્નના તમામ કાર્યક્રમો જ્યારે એન્ટિલિયા અને મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં જઈ રહ્યા છે ત્યારે સુરક્ષા પર પણ પૂરતું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને કારણે એન્ટિલિયા અને લગ્ન સ્થળ આસપાસ સુરક્ષામાં તાત્કાલિક વધારો કરી દેવામાં આવ્યો હતો. આ ઘરના ડેકોરેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ સાથે સાથે આ ઘર નો સમાવેશ દુનિયાના સૌથી કીમતી ઘરોમાં થાય છે.
જેમાં ક્લબ હાઉસ ગાર્ડન જીમ જેવી તમામ સુવિધા નો સમાવેશ આ એન્ટિલિયા ઘરમાં કરવામાં આવ્યો છે જે ઘરની અંદર જતાની સાથે જ તમને સ્વર્ગ જેવો અનુભવ થશે અંબાણી પરિવાર પોતાના મોટેભાગના કાર્યક્રમો મુંબઈના એન્ટીલીયા ઘરમાં આયોજિત કરતા હોય છે ત્યારે હવે ફરીવાર અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં અનંત અંબાણીના લગ્ન માટે શરણાઈ ગુંજાવા જઈ રહી છે. એમાં લગ્નના તમામ કાર્યક્રમોનું આયોજન થશે આ ઝગમગીત થનાર ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેને જોતા ની સાથે જ તમામ લોકો દંગ રહી ગયા હતા.