વિદેશમાં પણ વટ પાડી દીધો હો!! નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડિયાના સમગ્ર પરિવારે ઓસ્ટ્રેલિયામાં થયેલી ફિલ્મ ઇવેન્ટમાં ધૂમ મચાવી, જુઓ વાયરલ તસવીરો

વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ની પાંચમી સિઝન માટે 28 થી 30 જૂન દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી. આ વાત આપણા સૌ ગુજરાત વાસીઓ માટે ખૂબ જ ગર્વની છે કારણ કે વિદેશની ધરતીમાં વિશ્વ ક્ષેત્રે તમામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી આ ઇવેન્ટ ને ખાસ બનાવી હતી.

જેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ ગુજરાતવાસીઓ તરફથી ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર જોવા મળ્યો હતો. આ ખાસ ઇવેન્ટમાં હિતુ કનોડિયાના સમગ્ર પરિવારે હાજરી આપી હતી. આ પરિવાર આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ હોવા છતાં પણ ગુજરાતી ની સંસ્કૃતિ અને તેમનો વારસો ખૂબ જ સારી રીતે સાચવીને રાખ્યો છે આ જ કારણથી એ તો કનોડિયા આજે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડંકો વગાડી રહ્યા છે.

હિતુ કનોડિયાએ પોતાના પિતા અને બાપુજી પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે પોતાનો પ્રેમ અને વારસો આજે પણ જાળવી રાખ્યો છે આપણે ઘણીવાર સાંભળ્યું છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે તેવી જ રીતે હિતુ કનોડિયા એ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સફળ થાય સમગ્ર વિશ્વમાં પોતાના પિતા અને બાપુજીનું નામ રોશન કર્યું છે માત્ર આટલું જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગર્વ અપાવ્યું છે. હિતુ કનોડિયા આજે ફિલ્મ ક્ષેત્ર સાથે સાથે રાજકારણમાં પણ જોડાયેલા છે તેવો ઈડર વિધાનસભાના ધારાસભ્ય પણ છે.તેમની પત્ની પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેમના પતિને હંમેશા સાથ સહકાર આપે તેમને આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે.

હિતુ કનોડિયા પોતાના પિતા નરેશ કનોડીયા પાસેથી જ અભિનય માટેનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું અને તેમના પિતાના રસ્તા પર ચાલી આજે હિતુ કનોડિયાએ અભિનયનો વારસો ખૂબ જ અદભુત રીતે જાળવી રાખ્યો છે. ધોરણ 12 માં પ્રથમ વખત હિતુ કનોડીયા એ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. આબાદ ફિલ્મ ક્ષેત્ર હિતુ કનોડિયાએ સતત પ્રયત્ન અને સંઘર્ષો કરી પોતાની મહેનતથી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું. અત્યાર સુધી અભિનેતાએ 200 કરતાં વધારે ફિલ્મોમાં કામ કરી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક અલગ જ સફળતા અપાવી છે.

અનેક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ હિતુ કનોડિયા એ અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા બાદ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમના ઘર આંગણે રાજવીર નામના દીકરાનો જન્મ થયો હતો. હિતુ કનોડીયા એ પોતાના માતા પિતાની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું તેઓ હંમેશા નિસ્વાર્થ સેવા પોતાની માતા પિતાની સેવા કરતા હતા. આ કારણથી જ તેઓ આજે સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી તેમના જીવનમાં સતત આગળ વધી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજકારણ ક્ષેત્ર સાથે જોડાય દેશ સેવાના કાર્યોમાં પોતાનો અગ્રીમ ફાળો આપી રહ્યા છે.

આજે તેઓ ઈડરના ધારાસભ્યો છે સાથે જનતાના દરેક પ્રશ્નો સાંભળી તેમનું નિરાકરણ પણ લાવે છે આ કારણથી જ તેવા જે લોકોની વચ્ચે લોકપ્રિય નેતા બની ચૂક્યા છે.હિતુ કનોડિયા આજે રાજકારણ અને ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિના પંથ પર ચાલી રહ્યા છે તેથી જ તેને કનોડીયા પરિવારનું ગર્વ કહેવામાં આવે છે. તેઓએ હાલમાં પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ફિલ્મ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

જ્યાં તેનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરિવાર તરફથી પણ હિતુ કનોડિયાના સમગ્ર પરિવારને ખૂબ જ પ્રેમ અને ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હિતુ કનોડિયાના સંસ્કારોના લોકોએ મન ભરીને દિલથી વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *