પિતા દીકરીનો આવો પ્રેમ તમે આજ સુધી નહીં જોયો હોય દીકરીનું સપનું સાકાર કરવા માટે પ્રાઇવેટ જેટમાં કરાવ્યા દીકરી ના લગ્ન 300 જેટલા મહેમાનો એ આકાશમાં ઉડાન ભરી.
હાલ સમગ્ર દેશમાં લગ્નનો અનોખો માહોલ ચાલી રહ્યો છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે. આપણે ઘણી વાર જોયું હશે કે લગ્નનું આયોજન કોઈ મોટા ફાર્મમાં વિલામાં કે બંગલામાં થતું હોય છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈના લગ્ન હવામાં પણ થઈ શકે છે પરંતુ આ આવું થવું શક્ય બન્યું છે આજે આપણે એક એવા જ લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની વિશે સાંભળીને તમે પણ થોડીવાર માટે વિશ્વાસ નહીં કરી શકો. આ અનોખા લગ્નની વાત કરીએ તો યુએઈ મા સ્થિત ભારતીય બિઝનેસમેન દિલીપ પોપલે પોતાની દીકરીના લગ્ન કોઈ ફાર્મ હાઉસ વીલા બંગલામાં નહીં પરંતુ તેની દીકરીના લગ્ન આકાશમાં કરાવ્યા હતા એટલે કે તેઓએ પોતાની દીકરીના લગ્ન પ્રાઈવેટ જેટ ની અંદર ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા.
આ અનોખા લગ્નમાં યુવતી અને યુવકના પરિવારજનો સાથે સાથે ત્રણસો લોકો હાજર રહ્યા હતા આ અનોખા લગ્ન દુબઈ ખાતે જ યોજવામાં આવ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે એક ચર્ચાનો વિષય બની ગઈ હતી જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા હાલમાં તો આ લગ્નની વાત સાંભળી દરેક લોકો વિચારમાં પડી ગયા છે કે ખરેખર આવું થવું પણ આ દુનિયામાં શક્ય છે અત્યાર સુધી તમે અનેક અવનવા લગ્ન જોયા હશે પરંતુ આ લગ્ન વિશે તમે પહેલીવાર સાંભળ્યું હશે. આ લગ્નમાં 300 મહેમાનો સાથે હવાઈ જેટે ઉડાન ભરી હતી.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે આ લગ્નમાં તમામ મહેમાનોએ હવામાં ડાન્સ તથા રાસ ગરબા ની પણ રમઝટ જમાવી હતી. અત્યાર સુધી તમામ ગુજરાતીઓને તમે જમીન પર જ ગરબા લેતા જોયા હશે પરંતુ આ બિઝનેસમેને તમામ લોકોને આકાશમાં ગરબે ઘુમાવ્યા હતા.
તમામ લોકો આ લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દીકરીના પિતા જણાવી રહ્યા છે કે મારી દીકરી નું સપનું હતું કે મારા લગ્ન આકાશમાં થાય આજે આ સપનું આ સાથે જ સાકાર થયું છે હું આ વાતથી ખૂબ જ ખુશ છું કે મારી દીકરી નું સપનું આજે હું સાકાર કરી શક્યો છું આ વિમાને દુબઈથી લઇ ઓમાન સુધીની સફર કરી હતી જેમાં ત્રણ કલાક જેવો સમય લાગ્યો હતો. હાલમાં તો આ અનોખા લગ્ન એક ચર્ચાનો વિષય બની ગયા છે.