|

મેઘરાજાનું ધરતી પર આગમન

આપણા ભારત દેશને મુખ્યત્વે ત્રણ ઋતુ મળેલી છે જેમાં શિયાળો ઉનાળો તથા ચોમાસાનો સમાવેશ થાય છે. તેમાં પણ ઉનાળા બાદ આવતી ઋતુ એટલે કે ચોમાસું ખરેખર ચોમાસાનું વાતાવરણ ખૂબ જ સુંદર અને અરમણીય હોય છે. લોકો ચોમાસા આવતા ની સાથે જ પહેલા વરસાદની રાહ જોતા હોય છે. જેમાં મુખ્યત્વે ખેડૂતો પણ રાહ જોતા જોવા મળે છે પહેલો વરસાદ પડદાની સાથે જ પ્રકૃતિ સોળે ખીલી ઊઠે છે જે નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.

ઉનાળામાં આકરાતા બાદ મોસમનો પહેલો વરસાદ ખરેખર આનંદ આપે છે ધૂળની ડમરીઓ ઉડતી બંધ થતા ની સાથે જ ભારે પવન તથા વરસાદ સાથે મેઘરાજા ધરતી પર આગમન કરે છે. વરસાદી વાતાવરણ શરૂ થતા ની સાથે જ વાદળો પણ કાળા થાય છે અને ભારે ગદગડાટ સાથે મેઘરાજા ધરતી પર મહેરબાન થાય છે. પહેલા વરસાદ આવતાની સાથે જ ધરતી પર મીઠી ખુશ્બુ આપણા નાક સાથે સ્પર્શ થાય છે. જે અનુભવ ખરેખર ખૂબ જ સુંદર હોય છે નાના બાળકોથી લઇ વૃદ્ધોને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા પડી જાય છે કારણ કે ખૂબ જ લાંબા સમય બાદ આકરા તાપમાંથી આરામ મળે છે. પહેલો વરસાદ ના છાંટા પડતા ની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ જાય છે.

ખેડૂતો માટે વરસાદ એ એક આશીર્વાદ સ્વરૂપ બની જાય છે ખેડૂતો પણ પોતાના કાર્યની શરૂઆત ચોમાસામાં શરૂ કરી દે છે ત્યારબાદ આપણા આસપાસ વૃક્ષો તથા છોડ પણ 16 એ કળાએ ખીલી ઉઠે છે વરસાદ માં જંગલનો નજારો પણ અનેરો હોય છે લોકો વરસાદી વાતાવરણને માનવા માટે હિલ સ્ટેશન તથા પર્વત વાળા વિસ્તારમાં ફરવા જવાનું પસંદ કરે છે પ્રાણીઓ પણ પોતાનો રહેવાનો આધાર શોધતા ફરતા જોવા મળે છે પરંતુ ઘણીવાર આ વરસાદ ના પડતા અતિવૃષ્ટિ તથા દુકાળ ની સમસ્યા જોવા મળે છે વરસાદ પડતા ની સાથે જ લીલું ઘાસ તથા અનેરા દ્રશ્ય આપણી નજર સામે આવે છે તથા મોર પણ પોતાની કળા કરતો નજરે પડે છે.

નદીનાળા છલકાવાના દ્રશ્યો પણ આપણી સામે આવે છે તથા રાત્રિના સમયે દેડકાના અવાજ પણ આપણા કાને સંભળાય છે નાના બાળકો વર્ષાઋતુ ના ગીત ગાયને મેઘરાજાને આવકારે છે તથા ઘણા લોકો વરસાદી વાતાવરણમાં ભજીયા નો પણ આનંદ માણતા જોવા મળે છે આવી જ રીતે વર્ષાઋતુ એ ધરતીના આગમન સાથે દરેક લોકોમાં આનંદનો ભરાવો કરી દે છે જીવનમાં એકવાર જરૂર વર્ષાઋતુના પહેલા વરસાદનો આનંદ માણવો જોઈએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *