અંબાણી પરિવારના ઘર આંગણે પધાર્યા વિદેશથી ખાસ મહેમાન નીતા અંબાણીએ ભારતીય પરંપરાગત રીતે માથામાં તિલક લગાવી આરતી ઉતારી કર્યું ભવ્ય સ્વાગત
સમગ્ર વિશ્વમાં અંબાણી પરિવાર ડંકો વગાડી રહ્યો છે માત્ર એટલું જ નહીં પરંતુ આજે તેમણે પોતાની સંઘર્ષ થી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે. હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન માટે તમામ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગણેશ વંદનાથી લગ્ન માટે તમામ વિધિઓની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તમામ આમંત્રિત મહેમાનો નું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તેમાં દેશ-વિદેશના અનેક મહેમાનોએ અનંત અંબાણીના ફંકશનમાં વિશિષ્ટ રીતે હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી.તેમાં બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી સહિત અનેક બિઝનેસમેન પણ હાજર રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અને મુકેશ અંબાણીએ બુધવારે એન્ટિલિયામાં પરંપરાગત સ્વાગત સમારોહમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ થોમસ બાચનું ભારતીય પરંપરાગત રીતે માથામાં તિલક લગાવી આરતી ઉતારી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.થોમસ બાચ એ ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને તેમના રીતરિવાજના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેમનું સ્વાગત સન્માન જોઈ સમગ્ર અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર વિશ્વ ક્ષેત્ર આટલો સફર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને રીતરિવાજને હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી જ તમામ આમંત્રિત મહેમાનો નું ભારતીય પરંપરા મુજબ સ્વાગત સન્માન કર્યું હતું. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ નીતા અંબાણી IOCની પ્રથમ ભારતીય ખાનગી મહિલા સભ્ય છે.તેઓ છેલ્લા ઘણા વર્ષોથી IOC સાથે કાર્યરત છે અને તેમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.આઈઓસી સભ્ય તરીકે પસંદ થનારા પ્રથમ ભારતીય મહિલા નીતા અંબાણી બન્યા હતા જેમણે આ સફળતા પ્રાપ્ત કરી ભારત ને સમગ્ર વિશ્વમાં ગર્વ અપાવ્યું હતું.
નીતા અંબાણીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળ ની રચના કરવામાં આવી હતી જેમાં ફેબ્રુઆરી 2022માં બીઝિંગમાં 139માં આઈઓસી સત્રમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ રજૂ કરતા ની સાથે જ ભારતના લોકો દ્વારા ખૂબ જ વધારે સમર્થન પ્રાપ્ત થયું હતું. જે બાદ મુંબઈને 99 ટકા સાથે પોતાની બોલી માટે પૂરતો સાથ સહકાર જોવા મળ્યો આપને જાણીને ગર્વ થશે કે ભારત માટે મુંબઈ સત્ર ભારતીય રમત માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. આ સફળતાને ભારતના લોકો સદીઓ સુધી યાદ કરશે અને સમગ્ર વિશ્વમાં ભારતની એક અલગ ઓળખ અને નામના ઉભી થવા જઈ રહી છે.અને ભારતને વિશ્વ ક્ષેત્રે ખેલ માનચિત્ર પર મજબૂતી હાસિલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.