ગુજરાતી કલાકાર ઉમેશ બારોટ લાવવા જઈ રહ્યા છે ખૂબસૂરત અભિનેત્રી સાથે આ નવું સોંગ શૂટિંગના સેટ પરથી વાયરલ થઈ તસવીરો
ગુજરાતના અનેક કલાકારો સમગ્ર વિશ્વને લોકસંગીતની ભેટ આપી છે આ કલાકારોને કારણે જ ભારતીય સંસ્કારો સંસ્કૃતિ અને તેના સંગીતો આજે પણ જીવંત રહ્યા છે અવારનવાર અનેક કલાકારો સુપરહિટ ગીતો રિલીઝ કરતા હોય છે આ સમયમાં ગુજરાતના લોકપ્રિય કલાકાર ઉમેશ બારોટ પણ પોતાનું નવું સોંગ લઈ આવી રહ્યા છે. આ સોંગ માટે ઉમેશ બારોટના તમામ ચાહકો પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે ઉમેશ બારોટ એ થોડા જ સમય પહેલા શૂટિંગના સેટ પરથી તસવીરો શેર કરી હતી આ તસ્વીરો શેર કરતા ની સાથે જ ઉમેશ બારોટ એ આવનારા સોંગ માટેની માહિતી પણ આપી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ઉમેશ બારોટ રેડ કલરના શૂટમાં અભિનેત્રી શ્વેતા સેન સાથે આનંદની પળ વિતાવી રહ્યો છે. આ બંને લોકો આવનારા ગીતમાં ધૂમ મચાવા જઈ રહ્યા છે. શ્વેતા સેન પણ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેત્રી બની ચૂકી છે. આ બંને લોકોને એકસાથે જોવા માટે તમામ ચાહકો આતુરતા દર્શાવી રહ્યા છે.

આ બાદ બીજી તસવીરમાં ઉમેશ બારોટ બ્લુ કલરના શૂટમાં જોવા મળ્યા હતા તમામ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી હતી અત્યાર સુધી આ પોસ્ટને 4000 કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે આવનારા સમયમાં આ ગીત ધૂમ મચાવે તેવી શક્યતા છે સાથે સાથે તમામ લોકોએ ગીતની સફળતા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી ઉમેશ બારોટ એ આ પહેલા પણ અનેક ગીતો ગાય ધૂમ મચાવી છે. આ પોસ્ટમાં ઉમેશ બારોટ એ ધૂન લાગી નામનું સોંગ શેર કર્યો હતો આ સોંગ પણ ઉમેશ બારોટ એ ગાયેલું છે.

આ સાથે સાથે કેપ્શનમાં ન્યુ સોંગ અબ કમિંગ આલ્બમ સોંગ આમ કહી આવનારા નવા સોંગની ચાહકો વચ્ચે ઉમેશ બારોટ એ જાહેરાત કરી હતી. ઉમેશ બારોટ ના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 389 કે ફ્રેન્ડ છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે ઉમેશ બારોટ ને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ચાહે છે હાલમાં તો ઉમેશ બારોટ અભિનેત્રી સાથે સોંગ ના શૂટિંગ ની તૈયારીમાં લાગી ગયો છે.
