60 વર્ષની ઉમરે અભિનેતા આશિષ વિદ્યાર્થીએ કર્યા બીજા લગ્ન…પત્ની પાસે છે અધધધ સંપત્તિ । જુઓ તસવીરો
બોલીવુડ એક્ટર આશિષ વિદ્યાર્થીને કોઈ લોકો જ ઓળખતા ના નહીં હોય તેણે અનેક ફિલ્મોમાં વિલન તરીકે કામ કરીને લોકોને તેના દિવાના બનાવી દીધા છે. પરંતુ તે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયા છે.
આપને જાણીને નવાઈ લાગશે કે તે કોઈ ફિલ્મના કારણે નહીં પરંતુ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન ના કારણે ચર્ચાનો વિષય બન્યા હતા. તેણે એક ફેશન સેક્ટર સાથે જોડાયેલી રૂપાલી બરવા સાથે લગ્ન કર્યા હતા. લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે પૈસાના કારણે એકબીજાના લગ્ન થયા છે.
પરંતુ આપને જણાવી દઈએ કે જે યુવતીએ લગ્ન કર્યા છે તેની નેટવર્થ પણ કરોડોમાં છે. અભિનેતા આશિષ વિદ્યાર્થીએ માત્ર બોલીવુડમાં જ નહીં પણ તેલુગુ તમિલ કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કરીને સૌ લોકોને પોતાના ચાહક બનાવી દીધા છે તેમની ફિલ્મો ઘણીવાર હિટ બની ચૂકી છે મળતી માહિતી અનુસાર અભિનેતા ની નેટવર્ક લગભગ 82 કરોડ આંકવામાં આવી રહી છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે 25 લાખથી એક કરોડ રૂપિયા ચાર્જ લે છે આશિષ વિદ્યાર્થીએ પહેલા લગ્ન ભૂતકાળની અભિનેત્રી શકુંતલા બરવાની પુત્રી રાહ જોષી બરવા સાથે કર્યા હતા.
પરંતુ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરતા ની સાથે જ ચાહકોને પણ ખૂબ જ નવાઈ લાગી રહી છે. આ લગ્ન 25 મે ગુરુવારે ખુબ જ સાદગી પૂર્વક થયા હતા. જેમાં તેના પરિવારજનો હાજર રહ્યા હતા. તેમની પત્નીની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયા છે આશિષ વિદ્યાર્થી જણાવતા કહે છે કે આ તબક્કે લગ્ન કરવા ખૂબ જ અસાધારણ છે. આશિષ વિદ્યાર્થી પોતાની ફિલ્મોમાં ખૂબ જ સારો અભિને કરીને ચાહકોના દિલ જીતી લે છે.
આશિષ વિદ્યાર્થી અવારનવાર પોતાના ચાહકોની વચ્ચે રહીને તેમની સાથે વાતો કરતા પણ ઘણીવાર નજરે પડે છે આશિષ વિદ્યાર્થીની કારકિર્દીની શરૂઆત 1986 માં થઈ હતી. ત્યારબાદ તેમને અનેક ફિલ્મોમાં કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.