ધન્ય છે પરિવારને!! ગીર માં યોજાયેલા લગ્નમાં માલધારી પરિવાર એ કંકોત્રીમાં એવું લખ્યું કે જોતા જ લોકો વખાણ કરવા લાગ્યા
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે આ માહોલ વચ્ચે ઘણીવાર લગ્નના અનોખા કિસ્સાઓ તો ઘણીવાર લગ્નની કંકોત્રીઓ ચર્ચાનો વિષય બની જતી હોય છે. થોડા સમયથી ઘણા લોકો પોતાના લગ્નની કંકોત્રીમાં લોકો જાગૃત થાય તેવા સંદેશાઓ લખાવી એક અલગ સંદેશ ફેલાવતા હોય છે. હાલમાં જ એક પ્રેરણાત્મક કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. કંકોત્રીમાં લખવામાં આવેલ સંદેશ વાંચી તમારું પણ દિલ ખુશ થઈ જશે. આમ તો કંકોત્રીમાં વર વરરાજા ના અથવા પરિવાર વિશે લખવામાં આવ્યું હોય છે પરંતુ આ કંકોત્રીમાં મહેમાન માટે ખાસ સંદેશ લખવામાં આવ્યો છે.
કાણેક નેસમાં રહેતા બોરસરિયા પરિવારને આંગણે પુત્ર અને પુત્રી ના લગ્ન સાત અને આઠ તારીખના રોજ યોજવામાં આવ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગીર એ પ્રકૃતિનું હૃદય છે તથા સમગ્ર વિશ્વમાં ગીર એ અલગ ઓળખ અને નામના ઊભી કરી છે. ને જ્યારે ગીરમાં કોઈ પ્રસંગ નું આયોજન થયું હોય ત્યારે ગીરવાસીઓ કોઈ પ્રાણીઓને ખલેલ ના પોહચે તે માટે ખાસ ધ્યાન રાખતા હોય છે.
ગીરવાસીઓ પ્રાણીઓની સુરક્ષા માટે તમામ પ્રકારના બંદોબસ્ત નું ધ્યાન રાખતા હોય છે. આ સાથે સાથે ગીરની મહેમાનગતિ સમગ્ર વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. ગીર ના લોકોનો આવકારોને પ્રેમ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આ લગ્નમાં પણ મહેમાનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથે સાથે લગ્નમાં આવતા તમામ મહેમાનો ગીરના પ્રાણીઓને કોઈપણ જાતનું નુકસાન ન પહોંચાડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે સાથે લગ્નમાં પર્યાવરણની સુરક્ષા માટે કોઈપણ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે. તમામ વાસણ પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવશે.
આજના સમયમાં જ્યારે પ્લાસ્ટિકને કારણે પર્યાવરણ નુકસાન પહોંચી રહ્યું છે તેવા સમયમાં ગીરના પરિવાર દ્વારા સંપૂર્ણ રીતે પર્યાવરણની સંરક્ષણનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સાથે સાથે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરવાનો હોવાથી પાણી ઉંચેથી પીવાનું પણ સૂચવ્યો હતો જેથી તમામ લોકો નું આરોગ્ય જળવાઈ રહે. ખરેખર આ પરિવાર એ પોતાના લગ્ન દ્વારા તમામ પ્રકારના સંદેશો લગ્નમાં આવતા મહેમાનોને આપ્યા છે.
આજના સમયમાં જ્યારે લોકો લગ્નમાં પૈસા વેડફે છે તેવા સમયમાં આ પરિવારે પ્રાણી સુરક્ષા પર્યાવરણ સુરક્ષા આ તમામના સંદેશ ફેલાવી પોતાના લગ્નને યાદગાર બનાવ્યા હતા. આ લગ્નની કંકોત્રીમાં મહિમાનો માટે સંદેશ આપતા લખ્યું હતું કે ગીર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ફેંકશો નહીં, વન્ય પશુઓને જોવા માટે આગ્રા રાખશો નહીં અને જંગલમાં વચ્ચે હોન વગાડી કે ગાડી ઉભી રાખી અવ્યવસ્થા ઊભી કરશો નહીં.
વન્ય પ્રાણીઓને કોઈપણ જાતનો ખોરાક ન આપવો અથવા વિડીયો શુટીંગ નો આગ્રહ રાખવો નહીં. વન્ય સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે માટે આ ફરજમાં તમામ લોકોએ સાથ સહકાર આપવા વિનંતી આમ કહી આ પરિવારે લગ્ન દ્વારા તમામ લોકોને ખુબ સરસ સંદેશ આપી એક અલગ શરૂઆત કરી હતી. હાલમાં તો આ લગ્નની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે.