સંસ્કાર હોય તો આવા!! રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં આશાપુરામાના મંદિર પહોંચ્યા, કેપ્શન માં એવું લખ્યું કે……
ભારતીય ટીમના અનેક ખેલાડીઓ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે તો ઘણા ખેલાડી આજે પણ વિશ્વકક્ષાએ પોતાની એક અલગ ઊભી થઇ હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારે ભૂલ્યા નથી અને હંમેશા તેઓ માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છે. આ ખેલાડી એટલે ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા બંને લોકો અલગ અલગ ક્ષેત્રે જોડાયેલા છે રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમમાં નામના ધરાવે છે તો તેમના પત્ની રિવાબા જાડેજા રાજકારણ ક્ષેત્રે હંમેશા આગળ રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા હાલમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પરંતુ ચૂંટણીના પરિણામ પહેલા રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા પોતાની કુળદેવી આશાપુરા મા ના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તસવીર શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે શ્રદ્ધેય દેશ દેવી આશાપુરા માની પૂજા ને ભક્તિથી સૌનો ઉત્થાન થાજો, એ જ મંગલ કામના સાથે જય માતાજી જય મઢવાળી આવું કહી મા આશાપુરાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જોકે રવિન્દ્ર જાડેજા ને રિવાબા જાડેજા અવારનવાર પોતાના કુળદેવી માં આશાપુરા ના મંદિરે જતા હોય છે જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે આ તસવીરોમાં ચાહકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં વાયરલ થયેલી તસવીરમાં ચાહકોએ કોમેન્ટ કરતા જય માતાજી અને રવીન્દ્ર જાડેજા ને રિવા બાના ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

રિવાબા જાડેજા આ તસવીરમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશ ની સાડીમાં જોવા મળ્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજા ટીશર્ટ અને પેન્ટમાં માથે પાઘડી પહેરી જોવા મળ્યા હતા.આ સાથે સાથે હાલમાં રવિન્દ્ર જાડેજા ચાલી રહેલી iplમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યા છે જોકે હજુ સુધી ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફ કરવા માં સફળ રહી નથી પરંતુ આગામી સમયમાં પોતાની મેચ જીતી પ્લે ઓફ માં એન્ટ્રી કરી શકે છે.