બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા કેદારનાથ મંદિર, ગર્ભગૃહમાં મહાપૂજા અને મહાઆરતી નો લીધો લાભ જુઓ વાયરલ તસવીરો
થોડા સમય પહેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દહેરાદુનમાં ખૂબ જ ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબાર અમુક કારણોસર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.આ દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી પવિત્રધામ કેદારનાથ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પહોંચ્યા હતા. આ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કેદારનાથ મંદિરના ગર્ભગૃહ માંથી અનેક તસવીરો વાયરલ થઈ હતી જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન મહાદેવની ભક્તિમાં લીન જોવા મળે છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને હિન્દુ ધર્મના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે તેમના દરેક દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એ મહાપૂજા અને મહા આરતીનો લાભ લીધો હતો.ઉત્તરાખંડમાં 4 નવેમ્બરના રોજ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં લગભગ 50 હજારથી 1 લાખ લોકોએ ભાગ લીધો હતો.

આ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી કેદારનાથ મંદિરમાં બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી ની ઝલક જોવા માટે કેદારનાથ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા જોકે શાસ્ત્રીજી માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે કેદારનાથ મંદિરમાં ફોટોગ્રાફીની સખત મનાઈ છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ વિવાદ સર્જાયો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ ગર્ભ ગૃહ માંથી પણ અનેક તસવીરો સામે આવતા અનેક લોકોએ રોશ દર્શાવ્યો હતો. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી દર્શન કર્યા બાદ કેદારનાથ મંદિરના અનુભવો પણ શેર કર્યા હતા. તમામ લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા હર હર મહાદેવના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા.