બોલીવુડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાથે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મંદિરમાં એવી વસ્તુ અર્પણ કરી કે…
હાલમાં બોલીવુડના અનેક સુપરસ્ટાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આ વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ગર્વની વાત છે કે ધીરે ધીરે લોકો પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ નજીક જઈ રહ્યા છે અનેક અભિનેતાઓની સફળતા પાછળ ભગવાનનો ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. અને તેના જ આશીર્વાદથી તે સતત આગળ વધતા હોય છે.

થોડા સમય પહેલા જ બોલીવુડની મજહુર અભિનેત્રી પરિણીતી ચોપરા મુંબઈમાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે પરિણીતી ચોપરા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. તેણે વાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. પરિણીતી ચોપરા માટે સિદ્ધિવિનાયક મંદિર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જાય. પરિણીતી ચોપરા ની ઝલક જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં તેના ચાહકો સિદ્ધિવિનાયક મંદિર ભેગા થયા હતા.
પરિણીતી ચોપરાએ માથા પર તિલક લગાવી ભગવાન શ્રી ગણેશ ની પૂજા અર્ચના કરી તેને ભેટ અને થાળ ધરાવ્યો હતો. તથા પૂજારી દ્વારા ગળામાં ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. આબાદ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી ગણેશ ની મૂર્તિ પણ અર્પણ કરવામાં આવી હતી. તસવીરો વાયરલ થતાની સાથે જ તેમના ચાહકોએ કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા નો નાદ લગાવ્યો હતો.