કિર્તીદાન ગઢવીના પુત્ર રાગ ગઢવીએ ગાયું સુંદર ભજન, સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ચારે કોર વખાણ જુઓ ખાસ વાયરલ વિડિયો
ગુજરાતના સંગીતકાર કિર્તીદાન ગઢવી આજે દરેક લોકોમાં લોકપ્રિય બન્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના દરેક ગીતો લોકોને ખૂબ જ પસંદ આવે છે. થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવીના સમગ્ર પરિવારે કેન્યા દેશની મુલાકાત લીધી હતી જેની અનેક તસવીરો એમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં ચાહકો તરફથી પણ ખૂબ જ પ્રેમ મળ્યો હતો આ બાદ તેને કેન્યામાં આવેલા જંગલની મુલાકાત લીધી હતી.

કિર્તીદાન ગઢવી નો કેન્યા પ્રવાસ ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો કારણ કે કેન્યામાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો ગુજરાતી ગીતો થી વિદેશની ધરતીમાં ધૂમ મચાવી હતી આજે કિર્તીદાન ગઢવી સંગીત ક્ષેત્રે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે આ વાત આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વ છે સંગીત ક્ષેત્રમાં કિર્તીદાન ગઢવી ને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે.
આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી અવારનવાર પોતાના લોક ડાયરા રાસ ગરબા અને પરિવાર સાથે વિતાવેલા સમયના અનેક વિડીયો તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે હાલમાં જ કિર્તીદાન ગઢવીએ પોતાના બાળક સાથે એક સુંદર વિડિયો શેર કર્યો છે જે જોતા ની સાથે જ તમામ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા.

આપણે ઘણીવાર એક કહેવત સાંભળી હશે કે મોરના ઈંડા ક્યારે ચીતરવા ના પડે એટલે કે પિતાના સંસ્કારો આપોઆપ જ પોતાના સંતાનોમાં આવી જતા હોય છે. આ વાત કિર્તીદાન ગઢવી શેર કરેલા વીડિયોમાં સત્ય થતી જોવા મળે છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી હાથમાં બેન્જો લઇ પોતાના બાળકને અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ નામનો શ્લોક શીખી રહ્યા છે સૌ પ્રથમ કિર્તીદાન ગઢવી શ્લોકની શરૂઆત કરે છે ત્યારબાદ તેમનો પુત્ર રાગ ગઢવી આ શ્લોક ને સંપૂર્ણ કરે છે.
કિર્તીદાન ગઢવી પોતાના પુત્ર રાગની બાળપણથી જ સંસ્કારો અને સંસ્કૃતિની સમજ આપી છે માત્ર એટલું જ નહીં પરંતુ સંગીત ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી છે. આ પહેલા પણ હરિદ્વારમાં આયોજિત થયેલા લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી ના પુત્ર રાગ ગઢવી એક સુંદર ભજન ગાયું હતું જે સાંભળતાની સાથે જ તમામ લોકો એ ખૂબ જ વખાણ કર્યા હતા કિર્તીદાન ગઢવીના માર્ગદર્શન પ્રેરણા પર ચાલી તેમનો પુત્ર પણ સંગીત ક્ષેત્રમાં આગળ વધતો જોવા મળે છે તેમનો સુંદર અવાજ લોકોને ખૂબ જ પસંદ આવે છે.
હાલમાં તો આ વીડિયોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ કિર્તીદાન ગઢવી અને તેમના પુત્રના વખાણ કર્યા હતા એક વ્યક્તિએ લખ્યું હતું કે મોર ના ઈંડા ક્યારેય ચીતરવા ન પડે અન્ય વ્યક્તિઓ લખ્યું હતું કે હવે કિર્તીદાન ગઢવી નો પુત્ર પણ સંગીત ક્ષેત્રમાં તૈયાર થઈ રહ્યો છે તે પણ ગુજરાત અને ભારત દેશનું નામ જરૂરથી રોશન કરશે આ સાથે એક વ્યક્તિ લખ્યું હતું કે ખૂબ જ સુંદર અવાજ છે જે સીધો દિલને સ્પર્શી જાય છે.