|

ઇંગ્લેન્ડની સુંદર મહિલાએ પૈસાની લાલચમાં વૃદ્ધ વ્યક્તિ સાથે કર્યો પ્રેમ, પરંતુ લગ્ન બાદ એવું થયું કે જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો

આવા કળિયુગમાં પણ અનેક જગ્યાએ આપણને સાચા પ્રેમ જોવા મળે છે પરંતુ ઘણા લોકો માત્ર પૈસા અને સંપત્તિ માટે કોઈપણ ઉંમર ની વ્યક્તિ સાથે લગ્ન કરતા હોય છે. હાલમાં એક આવી જ ચોકાવનારી પ્રેમ કહાની સામે આવી છે જેમાં એક સુંદર મહિલાએ માત્ર પૈસા માટે પોતાથી મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો.

આ પૈસા માટે તેણે પોતાના પતિ સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ તેને સાચા પ્રેમની લાગણી ઉભરાઈ હતી. લાલચી મહિલાનું નામ કાર્લા બેલુચી છે.જે ઈંગ્લેન્ડના હિચિન વિસ્તારમાં રહે છે પરંતુ આ મહિલા ઇંગ્લેન્ડની સૌથી નફરત કરાતી મહિલા છે આ પાછળનું કારણ જાણી તમારા પણ હોંશ ઊડી જશે.

આ મહિલા પોતાના કામને પાર પાડવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે જેનો પહેલો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે તેને નોકરી જોતી હતી. નોકરી મેળવવા માટે પણ અનેક જગ્યાએ તેણે નાટકો કર્યા હતા. આટલું જ નહીં પરંતુ નાકની સર્જરી માટે 7 લાખ 41 હજાર રૂપિયાનો ખર્ચ થવાનો હતો, તેથી તેણે સર્જન સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું.

આ સુંદર યુવતી હંમેશા તેના લાલચ ભર્યા કામોને કારણે ચર્ચામાં રહે છે.વર્ષ 2023માં કાર્લાએ કહ્યું હતું કે આ વખતે તે વેલેન્ટાઈન ડેને ખાસ રીતે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. તે કપડાં પહેર્યા વિના આખો દિવસ ઘરમાં તેના પતિ માટે ભોજન રાંધશે અને ખવડાવશે. આ માટે તેણે પોતાના ચાર બાળકોને પણ ઘરમાંથી બહાર કાઢી નાખ્યા હતા કારણ કે તે આ દિવસે કોઇપણ જાતનું ડિસ્ટર્બન્સ માંગતી ન હતી તે પોતાનો આખો દિવસ પતિ સાથે પસાર કરવા માંગતી હતી.

ઘણા લોકો આ યુવતીને કહે છે કે તેણે માત્ર પૈસા અને સંપત્તિ માટે પોતાના પતિ સાથે લગ્ન કર્યા છે કારણ કે આ બંને વચ્ચે 13 વર્ષ કરતા વધારે નો તફાવત છે પરંતુ યુવતી કહે છે કે હું આ બધાની વાતોથી કંટાળી ગઈ છું. ખરેખર આવું નથી હું મારા પતિને સાચા ભાવથી પ્રેમ કરું છું. આ બંનેની મુલાકાત સ્ટુડીયો શુટિંગ દરમિયાન થઈ હતી.

શરૂઆતમાં યુવતી માત્ર પૈસા માટે જ લગ્ન કરવાનું વિચાર્યું હતું પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે સાચા પ્રેમની લાગણી ઉપરાંત હતી. હાલમાં યુવતી સ્વીકારે છે કે મેં શરૂઆતમાં માત્ર પૈસા માટે જ લગ્ન કર્યા હતા પરંતુ હવે હું સાચા ભાવથી મારા પતિને પ્રેમ કરું છું હાલમાં તો આ લાલચી મહિલાની વાત ચારે તરફ ચાલી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *