કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીની સફળતા પાછળ “માં મોગલ” નો છે અનોખો ચમત્કાર, આ વાત તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળી હોય
આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે દરેક સફળતા સુધી પહોંચવા માટે સતત મહેનત અને સંઘર્ષની જરૂર પડે છે પરંતુ તેની સાથે સાથે ભગવાનના આશીર્વાદ પણ દરેક સફળતા પાછળ ખૂબ જરૂરી હોય છે. અનેક સફળ વ્યક્તિઓ પોતાની સફળતા પાછળ ભગવાનનો જરૂર આભાર માને છે આવી જ એક કહાની ગીતા રબારી સાથે બની હતી.
આપ સૌ લોકો કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીને તો ઓળખતા જ હશો. ગીતાબેન રબારી એ લોકસંગીતનો ડંકો માત્ર ગુજરાતમાં જ અને પરંતુ સમગ્ર વિશ્વમાં વગાડી દીધો છે તેથી જ તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમની ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે. ગીતાબેન રબારી આટલા મહાન સિંગર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. તે દરેક કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના પહેરવેશમાં જ જોવા મળે છે.
આ મુકામ સુધી પહોંચવા માટે તેને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો ને પાર કર્યા છે તેથી જ આજે તેઓ સંગીત ક્ષેત્રે સફળતાના દરેક શિખર પ્રાપ્ત કરી રહ્યા છે. ગીતાબેન રબારી પોતાના પરિવાર સાથે ખૂબ સુખી જીવન જીવી રહ્યા છે. ગીતાબેન રબારી એ જણાવ્યું હતું કે મારી તમામ સફળતા પાછળ માં મોગલના આશીર્વાદ રહેલા છે તેથી જ તેઓ અવારનવાર માં મોગલના અનેક ગીતો લોકો સમક્ષ લઈને આવે છે જે લોકોને ખૂબ જ ગમે છે.
ગીતાબેન રબારીનો સુર આજે દરેક લોકોના દિલમાં ગુંજી રહ્યો છે. ગીતાબેન રબારી એ થોડા સમય પહેલા જ એક દીવાની દિવેટે માં મોગલ કરતી મારા કામ ગીત પોતાના સુરતી ગાય લોન્ચ કર્યો હતો જે ગીત લોકોને ખૂબ જ ગમ્યું હતું. ગીતાબેન રબારી અવારનવાર માં મોગલના અનેક તીર્થ સ્થાન પર જઈ ભગવતી માં મોગલના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગીતાબેન રબારી ના કાર્યક્રમ આજે માત્ર ગુજરાત પૂરતા માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોજવામાં આવે છે.