યુટ્યુબ અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા ભાવિન ભાનુશાલી અનંત રાધિકાની પાર્ટીમાં રહ્યા હાજર ફિલ્મના સુપરસ્ટાર અને કલાકાર સાથે લીધી ખાસ તસવીરો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ના દીકરા અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં બોલીવુડ સેલિબ્રિટી સહિત તમામ લોકો અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન ખૂબ જ ધામધૂમથી વડીલો અને સગા સંબંધીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 જુલાઈ 2024 ના રોજ નવદંપત્તિના આશીર્વાદ આપવા માટે આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શુભ અને પવિત્ર આશીર્વાદ સમારોહમાં ભારત દેશના તમામ પ્રખ્યાત મંદિરના સાધુ સંતો મહંતો યોગગુરૂ ધર્મગુરુ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આબાદ 14 જુલાઈ 2024 નો દિવસ તમામ લોકો માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો કારણકે આ દિવસે અંબાણી પરિવાર તરફથી મંગલ સમારોહ એટલે કે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બોલીવુડ હોલીવુડ અને સાઉથ સુપર સ્ટાર સાથે ગુજરાતી કલાકાર તથા ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ youtube વિડીયો સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા સોશિયલ મીડિયા ફેમસ લોકો આ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતી પરિવારના ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે ગુજરાતી કલાકાર અભિનેતા અને અભિનેત્રીઓ હાજરી આપે આ વાત સ્વભાવિક છે. આ પહેલા પણ કોકીલાબેન અંબાણી દ્વારા આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં કિંજલ દવે અને સિંગર પાર્થિવ ગોહિલે તમામ લોકોને ગરબાની રમઝટ કરાવી હતી. અંબાણી પરિવાર હંમેશા ગુજરાતી પરંપરા સંસ્કૃતિ સંસ્કારો વારસો સાહિત્ય આ તમામ તબક્કાની ખૂબ જ માન સન્માન અને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવતો રહ્યો છે.

આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં ગુજરાતી કલાકારોનો મેળાવડો જરૂરથી જોવા મળે છે તેવામાં અંબાણી પરિવારના અનંત અને રાધિકાની રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ ઉત્સવમાં કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી સાયરામ દવે જાનકી બોડીવાલા શ્રદ્ધા ડાંગર જેવા તમામ ગુજરાતના કલાકારો અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. આ તમામ લોકો એક સાથે ભોજન અને લગ્નની મજા માણી હતી જેમના રમુજી વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ તમામ કલાકાર અને ફિલ્મ સુપરસ્ટાર સાથે youtube માં ખૂબ મોટી નામના અને ઓળખ ઊભી કરનાર સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ પ્રખ્યાત માત્ર એટલું નહીં પરંતુ અનેક ગીતોમાં પોતાનો અભિનય કરનાર યુવા ભાવિન ભાનુશાલી એ પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી આપી હતી ભાવિને ખૂબ જ નાની ઉંમરમાં ગુજરાતી ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી આજે સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે હાલ કાના મને દ્વારીકા દેખાડ આ ગીતમાં ભાવીને ખૂબ જ સુંદર અભિનય કરી ગીતને સમગ્ર દુનિયામાં એક અલગ અપાવી છે. આ રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવમાં ભાવીને તમામ ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

માત્ર એટલું નહીં પરંતુ ગુજરાતના તમામ કલાકારો સાથે પોતાનો દમદાર અંદાજ બતાવ્યો હતો. વાયરલ કરેલી તસવીરોમાં ભાવિન કિર્તીદાન ગઢવી કિંજલ દવે શ્રદ્ધા ડાંગર પાર્થિવ ગોહિલ માનસી પારેખ જાનકી બોડીવાલા જેવા તમામ ગુજરાતી ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે જોવા મળી રહ્યો છે. એક યુવા તરીકે ભાવિને આજે પોતાની એક અલગ પ્રતિભા અને નામના લોકો સમક્ષ ઉભી કરી છે ભવિષ્યમાં પણ અભિનય ક્ષેત્રે ભાવિન ખૂબ પ્રગતિ કરે આવી તમામ ગુજરાતવાસીઓ દિલથી પ્રાર્થના કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *