અંબાણી પરિવારની રિસેપ્શન પાર્ટીમાં ટ્રેડીશનલ ડ્રેસમાં ઝગમગી ઉઠી ગુજરાતી સિંગર “ભૂમિ ત્રિવેદી” ફોટોશૂટ ની તસ્વીરો થઈ વાયરલ

12 જુલાઈ 2024 અનંત અને રાધિકાના લગ્ન બાદ અંબાણી પરિવાર તરફથી નવ દંપતિ ના આશીર્વાદ આપવા માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો સહિત તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ લોકોની હાજરીથી વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની ગયું હતું. ખરેખર આટલા મોટા પદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતાને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ સમગ્ર વિશ્વમાં પોતાના સંઘર્ષોથી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.આ બાદ 14 જુલાઈ રવિવારના દિવસે અનંત રાધીકાની રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રિસેપ્શન પાર્ટીમાં ખાસ બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત ગુજરાતી કલાકાર અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સોશિયલ મીડિયા અને youtube માં ખૂબ મોટી નામના ધરાવતા તમામ પ્રતિષ્ઠિત અને મહાન સેલિબ્રિટી હાજર રહ્યા હતા. અંબાણી પરિવાર હંમેશા ગુજરાતી પરંપરા અને લોકસાહિત્ય લોકસંગીતને હંમેશા માન સન્માન અને તેમના પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતા રહે છે આ કારણથી જ તેમના દરેક સામાજિક પારિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં ગુજરાતના તમામ કલાકાર અને ફિલ્મના સુપરસ્ટાર વિશિષ્ટ રીતે હાજર રહી પ્રસંગને ખાસ અને યાદગાર બનાવતા હોય છે.

આ કાર્યક્રમને વિશિષ્ટ બનાવવા માટે ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદી હાજર રહ્યા હતા.જેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે ભૂમિ ત્રિવેદી આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કરી ગુજરાતી પરંપરા અને એમના સંગીતને એક અલગ જ દિશા આપી છે.

આ કારણથી જ ભૂમિ ત્રિવેદી ના દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમના સુરે ગરબા ની રમઝટ રમવા માટે પહોંચતા હોય છે. આજે ભૂમિ ત્રિવેદીના કાર્યક્રમો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે. ભૂમિ ત્રિવેદીનો જન્મ 23 ઓગસ્ટ 1988 ના રોજ સુરતમાં થયો હતો તેમને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે અને તેમના ચાહકોનો દરેક કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ જોવા મળે છે.

ભૂમિ ત્રિવેદી હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનંત રાધિકાની રિસેપ્શન પાર્ટીને અનેક તસવીરો અને વિડીયો શેર કર્યા છે જેમાં તેમણે ગુજરાતના ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ તથા સિંગર સાથે મુલાકાત કરી હતી વાયરલ તસવીરોમાં ભૂમિ ત્રિવેદી જાનકી બોડીવાલા કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી સાયરામ દવે શ્રદ્ધા ડાંગર પાર્થિવ ગોહિલ માનસી પારેખ જેવા તમામ ગુજરાતના પ્રખ્યાત કલાકારો અને અભિનેતા સાથે જોવા મળી રહી છે.

આ બાદ તેને લગ્નનો સુંદર નજારો પોતાની તસ્વીરો માટે જ કર્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર નિર્દેશક અને અન્ય દેશ વિદેશથી આવેલા મહેમાનો સાથે ફોટોગ્રાફી કરાવી હતી. આ લગ્નમાં ભૂમિ ત્રિવેદી પણ પોતાના પરંપરાગત આઉટફીટ સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. આ સાથે તેને લગ્ન સ્થળે ભગવાન શ્રીનાથજીની પ્રતિમાને પણ બંને હાથ જોડી નમન કર્યા હતા ભૂમિ ત્રિવેદી હંમેશા સંસ્કારો અને સાદગી સાથે જોડાયેલી રહે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *