સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરવા અંગે મોહમ્મદ શમીએ કહી દીધી આ સૌથી મોટી વાત, સોશિયલ મીડિયા યુઝર્સને કહ્યું કે…

સોશિયલ મીડિયામાં ચારેકોર ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ સમી અને ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ના લગ્નને લઈ અનેક ચર્ચાઓ અને સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થતા જોવા મળ્યા હતા. જેમાં ચાહકો એ પણ પોતાના અલગ અલગ મંતવ્ય આ લગ્ન અને સંબંધને લઇ આપ્યા હતા. અનેક ફેક તસવીરો પણ લોકો દ્વારા વાયરલ કરવામાં આવી હતી જેને લઈને હાલમાં જ મોહમ્મદ સમીએ હાલમાં જ પોતાના એક પોડકાસ્ટ માં આ વાતને નકારી કાઢી હતી. સાનિયા મિર્ઝા અને મોહમ્મદ સમી વચ્ચેના સંબંધોને લઇ આખરે મોહમ્મદ સમીએ પોતાના પોડકાસ્ટમાં મૌન તોડ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવનાર સામે પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

મોહમ્મદ સમી એ ખોટા સમાચાર ફેલાવનારા સામે કહ્યું કે આવા સમાચાર માત્ર સોશિયલ મીડિયામાં મનોરંજન આપી શકે છે પણ ઘણીવાર લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આ બાદ તેને વધુ જણાવતા કહ્યું કે હું દરેક લોકોને સોશિયલ મીડિયા પ્રત્યે જવાબદાર બનવા અને આવા ખોટા સમાચાર ફેલાવવાનું ટાળવા માટે વિનંતી કરું છું. આ સાથે કહ્યું કે અજીબ છે આ લોકો પરંતુ હવે શું કરી શકીએ હું ફોન ખોલું તો માત્ર મારો જ ફોટો દેખાય છે. આવી રીતે ખરેખર ફોટા ન લેવા જોઈએ. હું સોશિયલ મીડિયા યુઝર્સ સાથે સહમત છું કે આવા મિમ્સ તમને મનોરંજન આપી શકે છે. પરંતુ જો તે મીમ્સ કોઈના અંગત જીવન સાથે સંબંધિત હોય તો તમારે ખૂબ સમજી વિચારીને મીમ્સ બનાવવા જોઈએ.

આજે તમે વેરીફાઇડ પેજ નથી, તમારુ સરનામું જાણ્યું નથી, તેથી તમે કંઈ પણ બોલી શકો. પરંતુ મોહમ્મદ સમી એ કહ્યું કે તમારામાં હિંમત હોય તો વેરીફાઇડ પેજ પરથી બોલીને બતાવો તો હું સમજુ તમે કેટલા પાણીમાં છો. આ સાથે તેણે કહ્યું કે બીજાના પગ ખેંચવા ખૂબ જ સરળ છે પરંતુ તમે સફળતા હાસિલ કરીને બતાવો.પછી હું સ્વીકારીશ કે તમે કેટલા સફળ વ્યક્તિ છો. પરંતુ હાલમાં તો આ બંનેના સંબંધ અને લગ્નને લઇ સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ બંને લોકો એક જ ધર્મના હોવાથી અગાઉ પણ બંનેના પહેલા લગ્નને લઈને ખૂબ જ કડવો અનુભવ હતો. આ કારણથી જ તેમના ચાહકોએ બંનેના લગ્ન અને સંબંધને લઈ અલગ અલગ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.ચાહકો પણ બંને લોકોને એકબીજા સાથે જોવા માંગે છે પરંતુ હાલમાં તો મોહમ્મદ સમી એ આ વાતને તદ્દન નકારી કાઢી હતી અને ખોટા સમાચાર ફેલાવા સામે પણ પોતાનું મૌન તોડ્યું હતું. હાલમાં તો મોહમ્મદ સમીના નિવેદન પ્રમાણે તેઓ સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરવા માંગતા નથી તે વાત સ્પષ્ટપણે બહાર આવી હતી. આ બંને લોકો રમત ગમત ક્ષેત્ર સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે મોહમ્મદ સમી ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ બોલર છે તો સાનિયા મિર્ઝા ટેનિસની દુનિયામાં ડંકો વગાડી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *