અબજોપતિ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ રંગાયા એકદમ ગુજરાતી લુકમાં સૌ લોકોએ કર્યા મન ભરીને વખાણ

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ફંક્શન જામનગર ખાતે ખૂબ જ ભવ્ય અને રાજાશાહી રીતે યોજવામાં આવ્યા હતા. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં અંબાણી પરિવારના ચાહકો દ્વારા લાઇક અને કોમેન્ટ કરવામાં આવી હતી. 1 માર્ચથી લઇ ત્રણ માર્ચ સુધી આ પ્રી વેડિંગ ફંક્શન આયોજન થયું હતું જેમાં અનેક દેશ વિદેશના પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહ્યા હતા તથા અંબાણી પરિવાર એ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. તારીખ બે અને ત્રણ માર્ચના રોજ સ્ટેજ પરફોર્મન્સ લંચ ડિનર પાર્ટી તથા ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આમંત્રિત મહેમાનો એ રાસ ગરબા તથા સ્ટેજ પરફોર્મન્સ નો આનંદ માણ્યો હતો. આ દરમિયાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ એટલે કે આમિર ખાન સલમાન ખાન અને શાહરુખ ખાન એ પણ સ્ટેજ પર્ફોર્મન્સ કરી કાર્યક્રમમાં રોનક જમાવી દીધી હતી. આ ત્રણેય અભિનેતાઓ એ નાચો નાચો તથા તુમે જો પઠાણ નામના સોંગ પર ડાન્સ કરી સૌ લોકોને મોહિત કરી દીધા હતા. તેમની સાથે સાથે વિદેશથી આવેલા ટોપ બિઝનેસમેન બિલ ગેટ્સ માર્ક્સ ઝુકરબર્ગ તથા ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી પણ અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંકશનમાં હાજર રહ્યા હતા.

આ તમામ વિદેશી મહેમાનો તથા ટોપ બિઝનેસમેનોએ રાસ ગરબા તથા સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો સૌ લોકોને રાસ ગરબા જોઈ આસપાસના લોકો દંગ રહી ગયા હતા તથા તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં એક ચાહકે લખ્યું હતું કે વિદેશના બિઝનેસમેન હોવા છતાં પણ રાસ ગરબા અને સ્ટેજ પર્ફોર્મન્સ ખૂબ સારી રીતે કર્યો છે.

આ પ્રિ વેડિંગ ફંક્શન માં બિલ ગેટ્સ બ્લેક કલર ના કુર્તામાં જોવા મળ્યા હતા તથા તેની સાથે facebook કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ પણ રંગબેરંગી ટીશર્ટ તથા કુર્તામાં જોવા મળ્યા હતા. આપ સૌ લોકો પોતાના લુક થી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા લોકોને તેનો લુક ખૂબ પસંદ આવ્યો હતો.

વિદેશી હોવા છતાં પણ ભારતમાં આવીને સૌ લોકો ભારતીય પોશાકમાં રંગાઈ ગયા હતા તેઓનો લુક લોકોને પણ ખૂબ પસંદ આવ્યો હતો. આ સાથે વેસ્ટ ઈન્ડિઝ ઓલ રાઉન્ડર ડીજે બ્રાવો તથા અન્ય ક્રિકેટના સિતારાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે પણ અંબાણી પરિવાર સાથે ડિનર તથા ડીજે નાઇટ પાર્ટીનો આનંદ માણ્યો હતો તેમની સાથે સાથે રાસ ગરબાની પણ મજા માણી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *