ધન્ય છે પિતા અને પુત્રીના પ્રેમને!! 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં પિતા પોતાની દિવ્યાંગ પુત્રીને ખંભે ઊંચકી પાવાગઢનો ડુંગર ચડી માતાજીના દર્શન કર્યા આ દ્રશ્ય જોતાની સાથે જ તમામ ભક્તો ભાવુક થઈ ગયા

સમગ્ર ભારતમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અનેક લોકો માતાજીના તીર્થ સ્થાને જઈ પોતાની શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કરે છે તથા માતાજીની પૂજા આરાધના પણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં માતાજીના અનેક મંદિરોમાં ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. તેવામાં ઘણીવાર લોકોની માતાજી પ્રત્યેની અતૂટ આસથા શ્રદ્ધા અને વિશ્વાસ પણ વ્યક્ત થતો હોય છે.

આવા જ દ્રશ્યો મહાકાળી માના પાવાગઢ માં જોવા મળ્યા હતા.જેમાં એક પિતા પોતાની સોળ વર્ષની દિવ્યાંગ દીકરીને ખંભે ઊંચકી પાવાગઢનો ડુંગર ચડી રહ્યા હતા. લોકો આ પિતા પુત્રી નો પ્રેમ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

આ સાથે માતાજી પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસના પણ દર્શન થયા હતા. આ પિતા પોતાની પુત્રીને લઈ 40° ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં પોતાની પુત્રી સાથે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. લોકો આ દ્રશ્ય જોતાની સાથે જ વિચારમાં પડી ગયા હતા. જોકે આ પિતા પોતાની પુત્રીને લઈ બીજીવાર ડુંગર ચડી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

જન્મથી જ દિવ્યાંગ પુત્રીને લઈ આ પિતા માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી સળસડાટ ડુંગર ચડી માતાજીના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા હતા. આ વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા પિતા અને પુત્રીના પ્રેમના ખૂબ જ વખાણ કર્યા હતા તથા લોકોએ જય માતાજી કહી ચૈત્રી નવરાત્રીની શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ વિડીયો જોતા ની સાથે જ તમામ લોકોને આખમાંથી આંસુ જોવા મળ્યા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે આ માત્ર માતાજીના કૃપા અને આશીર્વાદથી જ શક્ય બને છે. ખરેખર પિતા અને પુત્રીના પ્રેમને ધન્ય છે આવો પ્રેમ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતો નથી. હાલમાં તો આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જે અનેક લોકોને ખૂબ પસંદ પણ આવ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *