અનંત રાધિકાના લગ્ન બાદ સાધુ સંતો અને ધર્મગુરુ ની હાજરી માં નવદંપતી ને આપ્યા આશીર્વાદ સમગ્ર વાતાવરણ બન્યું પવિત્ર અનેભક્તિમય જુઓ સુંદર નજારો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં અંબાણી પરિવારને ચાહનારા લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે તમામ સગા સંબંધી અને અંબાણી પરિવારની હાજરી અને ઉપસ્થિતિમાં રાધિકા અને અનંત લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગ તમામ લોકો માટે ખૂબ જ યાદગાર બની ગયો હતો.

ત્રણ જુલાઈથી શરૂ થયેલા ફંકશન 12 જુલાઈના રોજ લગ્ન બાદ પૂર્ણ થયા હતા પરંતુ અંબાણી પરિવાર તરફથી નવદંપત્તિઓને આશીર્વાદ આપવા માટે ભવ્ય અને ખૂબ જ ધામધૂમથી આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના સગા સંબંધી વડીલો પ્રતિષ્ઠિત મહેમાનો વ્યક્તિઓ મિત્રો સાધુ સંતો યોગગુરુ ધર્મગુરુ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ યાદગાર અને પવિત્ર બનાવ્યો હતો.

અંબાણી પરિવાર વિશ્વકક્ષાએ આટલી મોટી નામના અને ઓળખ મેળવ્યા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતાને ક્યારેય ભૂલ્યો નથી આ કારણથી જ પોતાના દીકરા અનંત ના લગ્ન બાદ 13 જુલાઈ 2024 ના રોજ તેમને આશીર્વાદ અપાવવા માટે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે આ પવિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.

આ શુભ પ્રસંગમાં અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે ખાસ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મથના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અંબાણી પરિવારના ઘર આંગણે પધાર્યા હતા જેમનું અંબાણી પરિવાર તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બાદ સાધુ સંતોએ અનંત અને રાધિકાને લગ્નજીવન માટે હૃદય પૂર્વકના આશીર્વાદ પાઠવ્યા હતા.

આ બાદ અન્ય તસવીર અને વીડિયોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ અંબાણી પરિવારના શુભ પ્રસંગમાં અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત તમામ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની સાથે પોતાનો ભક્તિભાવ રજૂ કર્યો હતો. ખરેખર એક સંત જ બીજા સંત વિશે ખૂબ જ નજીકથી જાણી શકે છે આ હૃદયનું મિલન અંબાણી પરિવારના શુભ પ્રસંગ માટે ખૂબ જ ખાસ અને પવિત્ર બની ગયું હતું.
સમગ્ર દેશ દુનિયામાં વિશ્વ યોગ ગુરુ તરીકે જાણીતા બાબા રામદેવ પણ અંબાણી પરિવારના ઘર આંગણે પધાર્યા હતા. જેમણે સમગ્ર અંબાણી પરિવાર અને અનંત અને રાધિકાને નવા લગ્ન જીવનની શરૂઆત કરવા માટે પોતાના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. આ શુભ પ્રસંગ ના માહોલ વચ્ચે સાધુ સંતોની વિશિષ્ટ ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને પવિત્ર બની ગયું હતું.