બોલીવુડ ફિલ્મના અભિનેતા ગોવિંદાનું 16 કરોડની કિંમત નું ઘર જોઈ તમે સ્વર્ગને પણ ભૂલી જશો, ઘર ની અંદર એવી સુવિધા છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે
જુના ફિલ્મના અનેક અભિનેતા તથા અભિનેત્રીઓએ બોલીવુડ જગતને આજના સમયમાં પણ જીવંત રાખ્યું છે. કારણ કે તેમને જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને સમગ્ર વિશ્વમાં એક અલગ નામના તથા ઓળખ અપાવી છે આ જ કારણથી આજે પણ લોકો બોલીવુડ જગત સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે તે તમામ ફાળો વર્ષ 1900 થી લઈ આજના સમય સુધીના તમામ અભિનેતા અને અભિનેત્રીઓને જાય છે.

બોલીવુડ જગતમાં તમામ લોકોના દિલમાં રાજ કરનાર ગોવિંદા એ અનેક સુપરહિટ ફિલ્મો બનાવી લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. ગોવિંદાએ પોતાના જીવનમાં ફિલ્મ જગતની દુનિયામાં સફળ થવા માટે અનેક સંઘર્ષો કર્યા છે તેથી આજે તે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે. ગોવિંદાએ વર્ષ 1986 માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાએ પોતાની દરેક ફિલ્મમાં એક્ટિંગ થી દરેક લોકોને તેના દિવાના બનાવી દીધા હતા તેમાં પણ તે કોમેડી અને પોતાના ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત અને જાણીતો હતો.

આ સાથે સાથે ગોવિંદા પાસે સંપત્તિનો પણ ખજાનો છે. ગોવિંદા લાખો નહી પરંતુ કરોડોની સંપત્તિના માલિક છે. એ હાલમાં જોકે ફિલ્મથી ઘણા દૂર છે પરંતુ પોતાના પરિવાર સાથે મુંબઈના શાનદાર અને ભવ્ય મકાનમાં રહે છે. આપ લોકો પણ ગોવિંદાનું ઘર જોઈ સ્વર્ગને પણ થોડીવાર માટે ભૂલી જશો. આજે આપને ગોવિંદાના ઘર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગોવિંદાએ વર્ષ 1987માં લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી તેમને આજે પુત્ર અને પુત્રી પણ છે. તેઓ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે ગોવિંદાના અનેક સંઘર્ષોમાં તેના પરિવારનો અગ્રિમ ફાળો રહ્યો છે.

ગોવિંદા ઘણીવાર પોતાની સ્ટાઇલિશ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે તેને મુંબઈ ખાતે બે માળનો શાનદાર બંગલો છે. ગોવિંદાના ઘરમાં પ્રવેશતા ની સાથે જ એક સુંદર અને આકર્ષક દિવાલ દેખાય છે. તે ગોવિંદાનો ડ્રેસીંગ રૂમ છે. સમગ્ર બંગલાને લાઇટિંગ અને કલરથી શણગારવામાં આવ્યો છે.

ગોવિંદા તમામ તહેવાર આ જ બંગલામાં પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજવણી કરે છે. ગોવિંદાના ઘરને દિવાળીના દિવસોમાં સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે જેની અનેક તસવીરો ગોવિંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં તેનાકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા લોકોએ તેના બંગલાના મન ભરીને વખાણ કર્યા હતા ઘણા લોકોએ કહ્યું હતું કે સ્વર્ગને પણ ભૂલી જાય તેવો ગોવિંદાનો બંગલો છે તેથી જ ગોવિંદા સુપરસ્ટાર સાથે સાથે તેનો બંગલો પણ લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બન્યો હતો.

ગોવિંદાના આ શાનદાર અને ભવ્ય બંગલા ની કિંમત 10 12 કરોડ નહીં પરંતુ 16 કરોડ કરતાં પણ વધારે બતાવવામાં આવી રહી છે આ બંગલાની મુલાકાતે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પણ આવી ચૂક્યા છે તથા અવારનવાર અનેક પ્રોગ્રામનું આયોજન પણ ગોવિંદા પોતાના બંગલા પર કરતા હોય છે. પોતાની 60 વર્ષની ઉંમરમાં ગોવિંદાએ 165 કરતાં પણ વધારે ફિલ્મોની ભેટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ને આપી છે. આજે જોકે ગોવિંદા ફિલ્મ જગતથી ઘણો દૂર છે પરંતુ તેના ચાહકો આજે પણ ગોવિંદાને ખૂબ સારી સહકાર અને પ્રેમ આપે છે.