બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આ ગુજરાતી ફિલ્મમાં ધૂમ મચાવશે, શૂટિંગના સેટ પરથી શેર કરી તસવીરો
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અભિનય ના શહેનશાહ તરીખે ઓળખવામાં આવે છે.તેઓ લાંબા સમય બાદ હવે ફરીવાર ગુજરાતી ફિલ્મ “ફકત પુરુષો”માં જોવા મળશે.આ ફિલ્મ માં તેઓ નાનકડી ભૂમિકા ભજવશે.આ પહેલા “ફક્ત મહિલાઓ માટે”ફિલ્મ એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં ધૂમ મચાવી હતી.આ બાદ હવે ફરીવાર ફક્ત પુરુષો માટે ફિલ્મ માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.આ ફિલ્મ ની વિસ્તારપૂર્વક વાત કરીએ તો ‘ફક્ત પુરૂષો માતે’ એક પારિવારિક નાટક છે.જે મહિલા પુરુષની સમાનતા અને બે પેઢીઓ વચ્ચેના સંઘર્ષ પર આધારિત છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ભગવાનની ભૂમિકા ભજવશે.ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન સાથેની તસવીરો શેર કરી લોકોને આ ખુશીના સમાચાર આપ્યા હતા. અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં જોવા માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
ફિલ્મના પ્રોડ્યુસર જણાવી રહ્યા છે કે “અમે મિસ્ટર બચ્ચન સાથે 6 જૂને શૂટ કર્યું હતું અને સેટ પરના દરેક લોકો અમિતાભ બચ્ચનની આટલી ઉંમરે પણ અભિનય અને ફિલ્મ પ્રત્યે જુસ્સો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ સાથે પ્રોડ્યુસર એ કહ્યું હતું કે ફક્ત મહિલાઓ માટે પણ અમિતાભ બચ્ચનનો રોલ અમારા માટે ખૂબ જ ખાસ હતો તેમના વગર અમારી ફિલ્મની સફળતા માટે વિચારવું પણ ખૂબ જ મુશ્કેલ છે માટે અમિતાભ બચ્ચનને અમારી ફિલ્મનો ખૂબ જ મહત્વનો ભાગ બની રહેશે.અમે તેમની સાથે વારંવાર કામ કરવા માંગીએ છીએ.
અમિતાભ બચ્ચનને ફિલ્મ સાથે જોડાયેલા તમામ અભિનેતા અભિનેત્રીઓને પ્રોડ્યુસર સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી લોકોએ કમેન્ટ દ્વારા ફિલ્મની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ તસવીરોમાં તમામ લોકોએ અમિતાભ બચ્ચનને ગુલદસ્તો આપી આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ ચારેકોર ધૂમ મચાવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ ફિલ્મ માત્ર નામથી જ ફક્ત પુરુષો માટે છે પરંતુ તેને પરિવારના દરેક સભ્યો એક સાથે જોઈ શકશે અને ખૂબ આનંદ માણશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જોઈ લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે અને લોકો જલ્દીથી આ ફિલ્મ જોવા માટે આતુરતા દર્શાવી રહ્યા છે.