રામ મંદિરના ઉદઘાટનમાં સામેલ થશે બૉલીવુડ જગતના આ કલાકારો, અહી ક્લિક કરી જાણો કોને-કોને મળ્યું આમંત્રણ

દરેક ભારતવાસીઓના આતુરતાનો અંત હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. કારણ કે, 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવા જઈ રહ્યો છે. જેમાં દેશ વિદેશથી અનેક લોકો હાજરી આપશે. તેની સાથે સાથે રાજનીતિ સાથે જોડાયેલા તથા ફિલ્મ જગત અને ટીવી સિરિયલો સાથે જોડાયેલા કલાકારો પણ હાજરી આપશે. તેની માટે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમાં અનેક બૉલીવુડ અને હોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓને પણ આમંત્રણ આપ્યું છે. તેમાં રામ મંદિરના ટ્રસ્ટીઓ જેકી શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ને જોઈ તે ખૂબ જ રાજી થયા હતા અને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે જણાવ્યું હતું. આ બાદ કંગના રનોતને યુપી સરકાર દ્વારા રામ મંદિર માટે આમંત્રણ આપ્યું હતું.

તેમણે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી. જેમાં કંગના રનોચના ચાહકોએ અનેક લાઈક તથા કમેન્ટ કરી હતી. લોકોએ કમેન્ટમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. કંગના રનોધ હંમેશા તેમના ચાહકો સાથે જોડાયેલી રહે છે તેથી જ તેમણે ચાહકોને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેની સાથે સાથે રણદીપ ઉડા ને રામ મંદિર માટે આમંત્રણ આપ્યું હતું.

તે આમંત્રણ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને રામ મંદિરમાં આવવા માટે ખૂબ જ આતુર છે તેવું પણ કહ્યું હતું તેની સાથે સાથે જય શ્રી રામની જય પણ બોલાવી હતી. આબાદ ખૂબ જ ફેમસ થયેલી બોલીવુડની જોડી એવી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બાદ સાઉથ ના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ પણ આમંત્રણ કાર્ડને જોઈને ખૂબ જ ખુશ થયા હતા. તેમને આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરી હતી. અને તેમના તમામ ચાહકોને આવવા માટે જણાવ્યું હતું.

રજનીકાંતે સાઉથની સાથે સાથે તમામ ભારતવાસીઓના દિલમાં જોડાયેલા છે. અન્ય અક્ષય કુમાર અમિતાભ બચ્ચન k.g.f થી ફેમસ થયેલા યસ તથા અન્ય બોલીવુડ અને હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ પણ આ અનોખા મહોત્સવમાં હાજરી આપશે. તેની સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આપ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તમામ લોકો દિવાળીની જેમ જ ઉજવી રહ્યા છે અને તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *