બાપ દીકરીનો પ્રેમ તો જુઓ!! સાસરીયા પક્ષ થી કંટાળી દીકરી આવી પિયર!! પિતાએ ઢોલ નગારા ને શરણાઈ સાથે દીકરીનું કર્યું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ વિડિયો

આજના સમયમાં સાચો પ્રેમ ભાગ્યે જોવા મળે છે. કારણકે આજના સમયમાં પ્રેમ લાગણી અને વિશ્વાસ જોવા મળતો નથી આ જ કારણથી અનેક લોકો સામાન્ય કારણોથી એકબીજા સાથે છૂટાછેડા લઈ લેતા હોય છે. છૂટાછેડાને કારણે અનેક દીકરીના બાપને નીચું જોવાનો વારો આવે છે. તો ઘણીવાર અનેક દીકરીઓ પોતાના સાસરિયાના ત્રાસથી આત્મહત્યા જેવા પગલાંઓ લઈ લેતી હોય છે. પરંતુ હાલમાં એક એવી છૂટાછેડા ની વાત સામે આવી છે જે સાંભળીને તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહી હતી એક દીકરીના છૂટાછેડા બાદ તેના સમગ્ર પરિવાર દ્વારા વાજતે ગાજતે અને ઢોલ શરણાઈ દ્વારા દીકરીને પોતાના પિયરમાં લાવવામાં આવી હતી. આ સાથે જ લગ્ન સમયનું પાનેતર પણ દીકરી પોતાના સાસરિયાના બારણે લટકાવીને પોતાના પિયર ખૂબ જ ધામધૂમથી લાવવામાં આવી હતી. અનોખા છૂટાછેડા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી પોતાના મંતવ્ય અને પ્રતિસાદ દર્શાવી રહ્યા છે.

આ ઘટનાની જો વિસ્તારપૂર્વક વાત કરીએ તો અનિલ સવિતા નામના વ્યક્તિની પુત્રી ઉર્વી એ 2016 માં આશિષ રંજન નામના વ્યક્તિ સાથે લગ્ન કરી પોતાના જીવનની શરૂઆત કરી હતી. બંને લોકો વ્યવસાય એન્જિનિયર છે. સાથે જ તેઓ દિલ્હીમાં નોકરી કરે છે. પરંતુ પરિવાર દ્વારા છૂટાછેડા નું કારણ હતું કે લગ્ન બાદ સાસરીયા પક્ષ વાળા વધારે દહેજ ની માંગણી કરતા હતા.

તેણે દીકરીને હેરાન કરવાનું શરૂ કર્યું તેની સાથે સાથે દીકરીના પિતાએ તેના ભવિષ્ય માટે દીકરીના નામે ફ્લેટ લીધો હતો પરંતુ સાસરીયા પક્ષ વાળા વ્યક્તિઓ તે પ્લેટને પોતાના નામે ટ્રાન્સફર કરવા માંગતા હતા. આજ સાથે દિવસે ને દિવસે વધારે માંગ વધતા દીકરી ખૂબ કંટાળી હતી. પરંતુ સહન કરતા કરતા 2019 માં તેણે દીકરીને જન્મ આપ્યો. પરંતુ સાસરીયા પક્ષને દીકરી ગમતી ન હતી કારણ કે તેઓ દીકરાની આશા ધરાવતા હતા.

આ બાદ બંને લોકો છુટા પડી ગયા. અને છૂટાછેડા નો કેસ કોર્ટ સુધી પહોંચી ગયો. આબાદ કોટના ચુકાદા થી 28 ફેબ્રુઆરી બંને લોકોએ છૂટાછેડા લીધા. આબાદ દીકરીના પરિવારજનો દીકરીને લેવા માટે તેના સાસરીયે પહોંચ્યાને ઢોલ નગારા શરણાઈ સાથે દીકરીને પિયર લાવવામાં આવી. આ સાથે દીકરીએ ખૂબ જ ભાવુક થઈ સાસરિયાના ઘરને આંગણે પાનેતર લગાવ્યું અને લખ્યું કે હવે તમારા ઘરમાં પરિવાર ખુશી ક્યારેય નહીં આવે. પરંતુ દીકરી માટે બાપનો આવો પ્રેમ જોઈ તમામ લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *