લગ્નના અંતે રડતા જોવા મળી નવી દુલ્હન સોનાક્ષી સિંહા પિતા શત્રુધન થયા ખૂબ જ ભાવુક વાયરલ વિડિયો જોઇ તમે આંસુ નહિ રોકી શકો
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે એક નવી જોડીએ એન્ટ્રી લઈ લીધી છે અને તે જોડી એટલે કે સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ આ બંને કપલે 23 જૂન ના રોજ સિવિલ મેરેજ કરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. હવે આ બંને લોકો પતિ પત્ની બની ગયા છે.અને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આ લગ્નમાં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના માતા પિતા સગા સંબંધીઓ અને મિત્રોએ વિશિષ્ટ હાજરી આપી પ્રસંગ ને ખાસ બનાવ્યો હતો. આ લગ્ન અને રિસેપ્શન પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં સોનાક્ષી સિન્હાના ચાહકોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બંને લોકોના ફંકશન શુક્રવારના રોજથી જ શરૂ થઈ ગયા હતા. જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ અને શાનદાર પાર્ટીનું આયોજન પણ જોવા મળ્યું હતું જેમાં સોનાક્ષી સિંહા પોતાની ગર્લ્સ સાથે અને ઝહીર ઈકબાલ પોતાની બોયઝ ગેંગ સાથે ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. આ લગ્નને લઈ સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હા ખૂબ જ નારાજ હતા પરંતુ પોતાની દીકરીના લગ્નમાં હાજરી આપી આ તમામ નારાજગી પર પૂર્ણવિરામ મૂકી દીધા હતા.
પોતાના જમાઈ અને દીકરીને લગ્નમાં આશીર્વાદ આપી નવા જીવનની શરૂઆત માટે શુભકામના પાઠવી હતી. આ લગ્નના માહોલ વચ્ચે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સોનાક્ષી સિંહા ખૂબ જ રડતી જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે જહીર ઈકબાલ ની બહેન સોનાક્ષી સિંહા નું રજીસ્ટર લગ્ન વખતે પોતાના ઘરે સ્વાગત કરતી જોવા મળે છે.
જ્યાં સોનાક્ષી સિન્હાની આંખોમાંથી આંસુ જોવા મળે છે અને તે ખૂબ જ ભાવુક થઈ જાય છે. જ્યારે ઝહીર ઈકબાલ ની બહેન સોનાક્ષી સિંહાનું ધાર્મિક વિધિ અનુસાર ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે ત્યારે સોનાક્ષી સિંહા રડવા લાગે છે અને તે ટીશ્યુ થી પોતાના આંસુ લૂછતી જોવા મળે છે.
આ સમય દરમિયાન આજુબાજુમાં રહેલા લોકો પણ રડવા લાગ્યા હતા અને ઝહીર ઇકબાલ ની આંખોમાંથી પણ આંસુ જોવા મળ્યા હતા. અને ખરેખર કોઈપણ દીકરી આ સમયે વખતે રડવા જ લાગે છે કારણ કે પોતાના પરિવારનો પ્રેમ છોડી બીજા ના ઘરે જવું તમામ દીકરીઓ માટે ખૂબ જ અઘરું અને મુશ્કેલ હોય છે સોનાક્ષી સિંહા પણ આ સમય દરમિયાન રડવા લાગી હતી. સોનાક્ષી સિંહા વિદાય દરમિયાન પોતાના પિતા શત્રુઘન સિંહા ને ભેટી રડવા લાગે છે. પરંતુ પિતા શત્રુઘનસિંહના ભારે હૃદય રાખી સોનાક્ષીને વિદાય આપી હતી.