|

રાજસ્થાનના રણમાં કાળઝાળ ગરમી વચ્ચે બીએસએફના જવાને રેતીમાં પાપડ શેકી પોતાની વેદના વ્યક્ત કરી, વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો

સમગ્ર ભારતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે દર વર્ષ કરતા આ વર્ષે તાપમાન નો પારો સતત વધી રહ્યો છે તેથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ભારતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયાતા આમાવોલ વચ્ચે ભારતના વીર જવાનો ઓર્ડર પર આપણા દેશની રક્ષા કરતા નજરે પડે છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે રાજસ્થાનના બિકાનેરમાં આવી કાળજાળ ગરમીની વચ્ચે બીએસએફનો જવાન રણની રેતીમાં પાપડ શેકી રહ્યો છે.

આ વિડીયો કોઈ સામાન્ય નહીં પરંતુ બીએસએફ નો જવાન રાજસ્થાનનું તાપમાન બતાવી રહ્યો છે. આ જવાન રણની રેતીમાં લગભગ સાત મિનિટ સુધી કાચો પાપડ રાખે છે અને સાત મિનિટ બાદ પાપડ અડધો શેકાઈ ગયો હતો આ પરથી અંદાજો લગાવી શકાય કે કેટલા તાપમાનમાં આપણા બીએસએફના જવાનો દેશ માટે ખડે પગે ઉભા રહે છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ગરમી નો પારો 45 ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી રહ્યો છે.

આ તાપમાન ની વચ્ચે આપણા વીર જવાનો રાષ્ટ્રપ્રેમ ની ફરજ અદા કરી રહ્યા છે. આ વિડીયો આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્રા એ મીડિયામાં શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે રાજસ્થાનના રણનો આ વિડીયો જોઈ મારા મનમાં આપણા સૈનિકો પ્રત્યે અપાર સન્માન અને કૃતજ્ઞતા ની લાગણી જન્મી છે. અસાધારણ સંજોગોમાં પણ આપણને સુરક્ષિત રાખે છે.

આ વિડીયો જોયા બાદ દરેક લોકોએ વીર જવાનોને સત સત વંદન કર્યા હતા. કારણકે આવી ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ છે ત્યારે 45 ડિગ્રીના તાપમાનમાં આપણા જવાનો દેશની રક્ષા કરે છે. રેતીમાં જો પાપડ શેકાઈ જતો હોય તો વ્યક્તિના શું હાલ થતા હશે તે વિચારવાનું રહ્યું.

રાજસ્થાનના આ વિસ્તારોમાં ચારે તરફ આગ લાગી હોય તેવું વાતાવરણ ઊભું થયું છે હાલમાં તો આ વિડીયો એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા તથા લોકોએ લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ કરી સૈનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જય હિંદ જય ભારતના નારા પણ જોવા મળ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *