પેરીસ ઓલમ્પિકમાં રમવા આવેલી બ્રાઝિલની આ મહિલાને પોતાના બોયફ્રેન્ડ સાથે રાત વિતાવી પડી ભારે, ત્યારબાદ જે થયું તે જાણીને તમારા હોંશ ઉડી જશે
હાલમાં પેરિસ ઓલમ્પિક 2024 ને લઈ સોશિયલ મીડિયામાં અનેક અવનવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અલગ અલગ દેશના તમામ ખેલાડીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરી રહ્યા છે આ માહોલ વચ્ચે એક મહિલા ખેલાડીને ઓલમ્પિક માંથી બહાર કરી દેવામાં આવી હતી પરંતુ તેમની પાછળનું સાચું કારણ જાણી તમારા પણ હોંશ ઉડી જશે.

કારણકે તે કોઈ પણ જાતની પરવાનગી વગર પોતાના બોયફ્રેન્ડ સાથે ઓલમ્પિક વિલેજ ની બહાર ખુલ્લેઆમ ફરતી જોવા મળી હતી. આ મહિલા બ્રાઝિલની છે કે જેનું નામ કેરોલીના વીએરાની છે. હાલમાં મળતી માહિતી અનુસાર આ મહિલાનો ઓલમ્પિક માંથી અંત આવી ગયો છે. આ મહિલાને નિયમનો ભંગ કરવા માટે ઓલમ્પિક 2024 માંથી બહાર કરી દેવામાં આવી હતી.

આ મહિલા કોઈપણ જાતની પરવાનગી વગર ઓલમ્પિક વિલેજ ની બહાર પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે ગઈ હતી પરંતુ જો તે ઓલમ્પિક સમિતિની પરવાનગી લીધા બાદ ફરવા માટે ગઈ હોત તો આટલી મોટી સજા ભોગવવાનો વારો કદાચ ન આવ્યો હોત. માત્ર એટલું જ નહીં પરંતુ જ્યારે તે ઓલમ્પિક વિલેજમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ફરીને પરત આવી ત્યારે એમના કોચે મહિલાને અનેક પ્રશ્નો પૂછ્યા પરંતુ આ મહિલાએ પોતાની ભૂલ સ્વીકારવાની બદલે કોચ પર ગુસ્સે થઈ હતી જેને કારણે આ મામલો વધુ ગરમ થયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ બ્રાઝિલ ઓલમ્પિક સમિતિને કરવામાં આવી હતી.

આ ઘટના પર બ્રાઝિલ ઓલમ્પિક સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ તેણે મહિલાને ઓલમ્પિક 2024 માંથી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. બીજા દિવસે બ્રાઝિલની આ મહિલા ઇવેન્ટમાં ભાગ લેવાની હતી પરંતુ તે પહેલા જ તેને ઓલમ્પિક 2024 માંથી બહાર થવું પડ્યું હતું. આ મહિલાની જેમ જ તેનો બોયફ્રેન્ડ પણ બ્રાઝિલ ઓલમ્પિક નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે પરંતુ તેણે ઓલમ્પિક સમિતિ સામે માફી માંગી લેતા તે બચી ગયો હતો પરંતુ આ મહિલાએ માફી માગવાની જગ્યાએ કોચ પર જ ગુસ્સે થઈ હતી જેને કારણે આટલી મોટી સજા ભોગવવાનો વારો આવ્યો હતો.