શુભ પ્રસંગમાં માં મોગલ નો ફોટો રાખી શકાય કે નહીં? સાંભળો મણીધરબાપુએ શું કહ્યું…
મિત્રો તમે એ કહેવત તો સાંભળી જ હશે કે “મા તે મા બાકી બધા વગડાના વા”. માં ને મૂકીને બીજે ક્યાંય ન જવાય. તમારા સંબંધોમાં તમને ઘણા લોકો પૂછતા હશે કે તમારે કુળદેવી કોણ છે? તો લોકો પોત પોતાના કુળદેવી ના નામ લેતા હોય છે. પરંતુ મોગલ માં કોઈની કુળદેવી નથી કારણ કે મોગલ માં 18 વર્ષની ચઢાવ છે. કુલદેવીનો દીવો માં મોગલ ને ખૂબ વહાલો છે પણ ગાયના શુદ્ધ ઘી થી દીવો કરવો જોઈએ.
કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં માં મોગલ નો ફોટો રાખી શકાય કે નહીં?
હા, માં મોગલ નો ફોટો રાખી શકાય. ઉગમણે રાખો કે આથમણે રાખો પણ મોગલ માં નો ફોટો અલગ રાખો. મોગલ માં એવું કહે છે કે જો તમે મને માનતા હોય તો જૂઠું ન બોલો. અને બીજું કે દારૂ કે પડીકી માવા મોઢામાં હોય તો તે મોગલ માંનુ અપમાન કરે છે. જો તમારા ઘરે મોગલ માં હોય તો તેનો ઉપયોગ ત્રણ રીતે થઈ શકે છે. જીવ જતો હોય ત્યારે બોલાવે, આબરૂ જતી હોય ત્યારે અને દીકરીની જાન આવવાની હોય ત્યારે બોલાવે.
દરેક સમાજની એક આઈ હોય છે. પણ માં મોગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે. અને આજે આપણે આવા આઈશ્રી મોગલ માં નો ઈતિહાસ જાણીશું. આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માં ના પિતાનું નામ ‘દેવસુર ધાંધણીયા’ અને માતાનું નામ ‘રાણબાઈ માં’ હતું. આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે, પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.