નતાશા સાથે છૂટાછેડા બાદ શું હાર્દિક પંડ્યા બોલીવુડની આ સુંદર અભિનેત્રી સાથે કરી શકે છે પોતાના નવા પ્રેમ ની શરૂઆત? એક સાથે ડાન્સ નો વિડીયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા ના સંબંધોને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકોની વચ્ચે ચર્ચા ચાલી રહી છે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ છૂટાછેડા સંબંધોની ચર્ચા વચ્ચે હાર્દિક અને નતાશા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છૂટાછેડા ના સમાચાર ચાહકોને આપ્યા હતા. આ છૂટાછેડા ના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા હાર્દિક પંડ્યાએ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા બોલીવુડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે સાથે ડાન્સ કરી રહ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં છૂટાછેડાના સંબંધોના સમાચાર વચ્ચે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

હાર્દિક અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર સાંભળતા ની સાથે જ તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચાહકોએ નારાજગી દર્શાવી હતી. પરંતુ આમ આવેલો છે હાર્દિક પંડ્યા નો અન્યયા પાંડે સાથે ડાન્સ નો વિડીયો વાયરલ થતાની સાથે જ ચાહકોએ સોશિયલ મીડિયામાં અલગ અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા અને અનન્ય પાંડે બંને એકબીજા સાથે ખૂબ જ નજીક રહી ડાન્સ કરી રહ્યા છે તથા બંને લોકોની જોડી પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ છૂટાછેડા ના સમાચાર સાંભળતાની સાથે તમામ લોકોએ બંનેની જોડી લોકપ્રિય બનાવી દીધી હતી. હાલમાં તો આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે હવે નતાશા નહિ પરંતુ અનન્ય પાંડે હાર્દિક પંડ્યા માટે ઠીક છે તો બીજા યુઝર્સ લખી રહ્યો છે કે અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાની જોડી દુનિયાની સૌથી બેસ્ટ જોડી છે આ બંને લોકોએ એકબીજાથી નજીક આવવું જોઈએ.

આ વર્ષે હાર્દિક પંડ્યાને પોતાના જીવનના ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. માર્ચ 2024 થી જ હાર્દિક અને નતાશા વચ્ચે ખૂબ જ ખરાબ સંબંધો ચાલી રહ્યા હતા આ કારણથી જ ipl ની એક પણ મેચમાં હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે નતશા સ્ટેડિયમમાં આવી ન હતી. માત્ર એટલું જ નહીં પરંતુ જ્યારે સમગ્ર દુનિયા હાર્દિક પંડ્યાની t20 વર્લ્ડ કપ 2024 માં પ્રદર્શન કરવા બદલ વાહવા કરી રહી હતી ત્યારે પણ નતાશા સ્ટેડિયમમાં જોવા મળી ન હતી. આ તમામ સંબંધોની અટકળો વચ્ચે આખરે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ બંને લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી પોતાના સંબંધોને પૂર્ણવિરામ આપી દીધું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *