અંબાણીના ફંકશનમાં ક્રૂઝની બહાર જોવા મળી કરોડોથી અબજો રૂપિયાની ગાડી, લોકો એ કહ્યુ આ તો ગાડી નો શોરૂમ લાગે છે જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણો છો કે અંબાણી પરિવારના દરેક ફંક્શન ખૂબ જ ચર્ચામાં રહે છે એવા સમયમાં હાલમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન ઇટલી અને ફ્રાન્સની વચ્ચે દરિયા કિનારામાં ક્રૂઝમાં થઈ રહ્યા છે. આ ફંકશનમાં દેશ-વિદેશના અનેક મહેમાનો સાથે સાથે બિઝનેસમેન હોલીવુડ બોલીવુડ ફિલ્મ ના સેલિબ્રિટીઓ હાજર રહ્યા છે. તમામ લોકોને એન્ટ્રી ફંક્શનમાં ખૂબ જ ધમાકેદાર અંદાજમાં થઈ હતી જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં દરેક મહેમાનો સાથે સાથે સેલિબ્રિટીઓ કરોડોથી લઈ અબજો રૂપિયાની ગાડી સાથે ક્રૂઝમાં હાજર રહ્યા હતા. આ તસવીરોમાં ક્રુઝની બહાર દુનિયાની સૌથી મોંઘી ગાડીઓ જોવા મળે છે.માત્ર એટલું જ નહિ પરંતુ સિક્યુરિટી ગાર્ડ પણ દરેક ગાડી સાથે જોવા મળ્યા હતા. આ સાથે સાથે તમામ સેલિબ્રિટી પોતાના સામાન સાથે ક્રુઝની અંદર પ્રવેશ મેળવ્યો હતો.

ક્રૂઝ ની અંદર પ્રવેશ મેળવતાની સાથે જ તમામ આમંત્રિત મહેમાનો માટે બ્રેકફાસ્ટ અને લંચની સુવિધા કરવામાં આવી હતી આ ક્રુઝ કોઈ સામાન્ય નહીં પરંતુ દરિયામાં હરતી ફરતી ફાઇસટાર હોટલ છે.આ બાદ ક્રૂઝની બહાર દરિયાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. અંબાણી પરિવાર એ આ વખતે કોઈ શહેરમાં કે મહેલમાં નહીં પરંતુ દરિયાની વચ્ચે પોતાના દીકરા અનંત અંબાણીના ફંકશન આયોજિત કર્યા છે. આ ફંકશન ના કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલશે.

આ વિડીયો જોતા તમને થોડી વાર માટે જાણે ગાડીઓ નો શોરૂમ હોય તેવું લાગશે પરંતુ આ તો અંબાણી પરિવારના મહેમાનો ની ગાડીઓ છે. આ તમામ ગાડી ની કિંમત આશરે કરોડોથી અબજો રૂપિયા વચ્ચે આંકવામાં આવી રહી છે જોકે અંબાણી પરિવાર આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યો છે.

આથી જ આ ફંક્શનમાં પણ દેશ-વિદેશથી અનેક મહેમાનોએ હાજરી આપી હતી અને પોતાની અમીરી પણ બતાવી હતી તે આ તમામ મોંઘી ગાડી પરથી અંદાજો લગાવી શકાય છે આ તસવીરને અત્યાર સુધી 5000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ કહ્યું હતું કે આ તો ગાડી નો શોરૂમ છે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે અંબાણી દુનિયાની તમામ ગાડી ખરીદી શકે છે તો એક વ્યક્તિ લખી રહ્યો છે કે અમીરી તો આને જ કહેવાય.