એરપોર્ટ પર CISF ની જવાને કંગના રનૌતને થપ્પડ મારવાનો મામલો વધારે ગરમાયો, અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી મૂકી બોલીવુડ સેલિબ્રિટી નો કર્યો વિરોધ
રાજકારણમાં બીજેપી પાર્ટી સાથે જોડાયેલી અભિનેત્રી કંગના રનૌત હાલના સમયમાં ખૂબ જ ચર્ચામાં રહે છે કારણ કે થોડા સમય પહેલા એરપોર્ટ પર સીઆઇએસએફ ના મહિલા અધિકારીએ કંગનાને થપ્પડ મારી હતી. આ વાતને લઈ સમગ્ર મામલો ખૂબ જ ગરમાયો હતો.ઘણા લોકોએ આ ઘટના વિશે ખૂબ જ નિંદા કરી હતી. પરંતુ કંગનાના ચાહકો આ ઘટના બાદ પણ તેમની સાથે સાથ આપતા જોવા મળ્યા હતા.
મુશ્કેલીના સમયમાં પણ કંગનાને ચાહકો તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો આ કારણથી જ કંગનાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ ઘટના અંગે બોલિવૂડના કોઈપણ અભિનેતા અને અભિનેત્રીઓ સમર્થનમાં આવ્યા ન હતા. આ કારણથી કંગના એ નારાજગી પણ દર્શાવી હતી.જો કે ખૂબ લાંબા સમયથી કંગના ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલી છે પરંતુ કોઈ સેલિબ્રિટી આ સમયે સાથે જોવા મળી ન હતી.
આ પહેલા પણ અનેકવાર અભિનેત્રી લોકોને ન્યાય અપાવવા માટે મેદાનમાં ઉતરી છે પરંતુ કોઈ પણ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓએ તેમને સાથ આપ્યો નથી આ કારણથી જ કંગના આ ઘટના અંગે ખૂબ જ નારાજ જોવા મળી હતી. અભિનેત્રીએ ચાર વર્ષ પહેલાં ખેડૂત માટે આંદોલન કર્યું હતું. પરંતુ આ સમયમાં પણ કોઈનો સાથ જોવા મળ્યો ન હતો. આ કારણથી જ કંગના એ પોતાના instagram એકાઉન્ટમાં સ્ટોરી દ્વારા પોતાનું મંતવ્ય દર્શાવ્યું હતું.
આ સ્ટોરી શેર કરતાં અભિનેત્રીએ લખ્યું હતું કે ડિયર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, તમે બધા કાં તો અત્યારે ઉજવણી કરી રહ્યા છો અથવા એરપોર્ટ પર મારા પર થયેલા હુમલા પછી સાવ ચૂપ બેઠા છો.પણ એક વાત યાદ રાખજો.જો કાલે તમે તમારા દેશની શેરીઓમાં અથવા આ દુનિયામાં ક્યાંય પણ હથિયાર વગર ફરતા હોવ અને પછી કોઈ ઈઝરાયેલ કે પેલેસ્ટિનિયન તમારા પર અને તમારા બાળકો પર આના કારણે હુમલો કરવાનો પ્રયાસ કરે, કારણ કે તમે ઈઝરાઈલના બંધક બનાવેલા લોકોના સપોર્ટમાં ઉભા હતા. તો જોજો હું તમારા હક માટે લડતી જોવા મળીશ. જો તમે ક્યારેય વિચારતા હોવ કે હું જ્યાં છું ત્યાં શા માટે છું, તો યાદ રાખો કે તમારામાંથી કોઈ મારા જેવું નથી. અભિનેત્રીએ આ સ્ટોરી દ્વારા પોતાનું દુઃખ અને નારાજગી વ્યક્ત કરી હતી.